GSTV

મોટા સમાચાર / તાલિબાનને લઇ વડાપ્રધાન મોદીનું સૌથી મોટું નિવેદન, માન્યતા આપવાને લઇ કહી આ વાત

Last Updated on September 17, 2021 by Zainul Ansari

હાલ એસસીઓ કોન્ફરન્સનો ભાગ બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે અફઘાનિસ્તાન મુદ્દે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક તરફ તેમણે અફઘાનિસ્તાનની હાલત જોઇને તે અંગે ચિંતા વ્યક્ત કરી છે તો બીજી તરફ તેમણે તાલિબાન પર પણ નિશાન સાધ્યું છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકાર જનમત વિનાની સરકાર છે.

પ્રધાનમંત્રી મોદીએ સાધ્યું તાલિબાન પર નિશાન :

પીએમ કહે છે કે, ભારત અફઘાનિસ્તાનમાં રચાયેલી આ તાલિબાન સરકારને જનમત વિનાની સરકાર માને છે. આ સરકાર કોઈપણ સમજૂતી કે કરાર વિના બનાવવામાં આવી છે. અહી મહિલાઓની સલામતી પણ ચિંતાનો વિષય બની રહેલો છે. હવે અફઘાનિસ્તાનની આ નવી સરકાર અંગે સમગ્ર વિશ્વએ એક સચોટ નિર્ણય લેવો પડશે. આ કિસ્સામાં ભારત યુએનને ટેકો આપે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, અફઘાનિસ્તાનમાં શસ્ત્રોના બળ પર સરકાર બનાવવામાં આવી છે. જો અફઘાનિસ્તાનમાં ફરીથી શાંતિ નહિ સ્થપાય તો તેની અસર આખા વિશ્વ પર પડશે.

આતંકવાદ પર શૂન્ય સહનશીલતા નીતિ :

એસસીઓ કોન્ફરન્સમાં મોદીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનનો ઉપયોગ હવે આતંકવાદ માટે નહીં થઈ શકે. અફઘાનિસ્તાનમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવી સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન આતંકવાદ પર પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પીએમ ઇમરાન ખાનની પણ હાજરી હતી. આ સમયે મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિશ્વએ હવે એવી નીતિ ઘડવાની જરૂર છે જ્યાં આતંકવાદ પર શૂન્ય સહનશીલતાની નીતિ હોય.

અમેરિકાનું નામ લીધા વિના પ્રધાનમંત્રીએ કહ્યું કે, તાલિબાનના હાથમાં ઘણા અમેરિકન શસ્ત્રો આવી ચુક્યા છે અને તેના કારણે જ અફઘાનિસ્તાનમાં અસ્થિરતા આવી શકે છે. તેમને એ વાતની પણ ચિંતા છે કે તાલિબાન સરકારના આગમનથી ડ્રગ રેકેટ વધુ સક્રિય બનશે અને હ્યુમન ટ્રાફિકિંગ પણ મોટા પાયે કરવામાં આવશે.

આ બધા ઉપરાંત એસસીઓ કોન્ફરન્સમાં મોદીએ સ્પષ્ટ કર્યુ હતુ કે, અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતનો એક સક્રિય ફાળો રહ્યો છે. તેમણે જણાવ્યું કે, ભારત અને અફઘાનિસ્તાન લાંબા સમયથી મિત્રો છે. દરેક પ્રસંગે મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનને હજી પણ શક્ય તમામ મદદ આપવામાં આવશે. હાલ અહી ફૂડ પેકેટ વિતરણની પણ તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!