GSTV
Narmada Trending ગુજરાત

પ્રધાનમંત્રી મોદી સરદાર સરોવરમાં ઉતારી શકે છે સી પ્લેન, થઈ રહી છે આ તૈયારીઓ

આગામી 31 ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે પીએમ મોદી સી પ્લેન મારફતે આવે તેવી શક્યતા છે. પીએમ મોદી નર્મદા ડેમના તળાવ નંબર -3માં સી પ્લેનથી આવે તેવી શક્યતા છે અને ત્યાંથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે સાધુ બેટ પહોંચે તેમ મનાય છે..આજે રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ સરદાર સરોવર અને તળાવ નંબર -3નું નિરીક્ષણ કર્યુ હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ મુલાકાત કરી. સીએમના અગ્રસચિવ કે. કૈલાશ નાથન અને મહેસુલ અગ્રસચિવ પંકજ કુમાર, આઈજીપી  અભય ચુડાસમાએ નીરીક્ષણ કામગીરી કરી.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં પ્રધાનમંત્રી સીપ્લેન મારફતે સરદાર સરોવરમાં ઉતરાણ કરી શકે છે.
  • સરદાર સરોવર અને તળાવ નં -3 માં ઉતરાણ કરી શકે છે.
  • રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ બંને જગ્યાનું નિરીક્ષણ કર્યું.
  • મુખ્યમંત્રી રૂપાણીના અગ્રસચિવ કે.કૈલાશનાથન અને મહેસુલ અગ્રસચિવ પંકાજકુમાર, આઈ.જી.પી. અભય ચુડાસમાએ સરદાર સરોવર અને તળાવ નં -3 ની મુલાકાત લઈને પ્રાથમિક નિરીક્ષણ કર્યું.

 

 

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk
GSTV