GSTV

ગરીબ કલ્યાણ રોજગાર યોજના અંગે બિહારની ચૂંટણીમાં ઉઠ્યા સવાલો

કોરોના વાયરસને કારણે લાગુ થયેલા આડેધડ લોકડાઉનમાં કરોડો લોકો બેરોજગાર બન્યા છે. મોટી સંખ્યામાં હિજરતી મજૂરો મોટા શહેરોમાંથી તેમના વતન રાજ્યોમાં ગયા હતા. લોકોને તેમના ઘરની આજુબાજુ રોજગારી મળે તે માટે કેન્દ્રની મોદી સરકારે રૂ.50 હજાર કરોડની ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ નામની યોજના શરૂ કરી હતી. આ અભિયાનમાં સરકારે 6 રાજ્યોના 116 જિલ્લામાં સ્થળાંતર કામદારોને રોજગારી આપવાની વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ખાગરીયા જિલ્લાના તેલીહાર ગામમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજના શરૂ કરી હતી, તે ગામમાં જ આ યોજનાનો એક પણ લાભાર્થી નથી. તે મુદ્દો બિહારની ચૂંટણીમાં ચર્ચામાં છે.

લોકોએ ફક્ત એક મહિના માટે કામ કર્યું, કારણ કે ત્યાં પૂર અને હિજરતી 467 મજૂરો અન્ય રાજ્યોમાંથી પાછા ફર્યા હતા. જેમાં 120 ને મનરેગા હેઠળ કામ મળ્યું હતું. પૂર આવ્યું ત્યારે કામ અટકી ગયું અને મજૂરો પણ તેમના કામ પર પાછા બીજા રાજ્યો ગયા. મજૂરોને આ યોજનાનો લાભ કેવી રીતે આપવામાં આવે તે અંગે તેમને કોઈ માર્ગદર્શિકા મળી નથી. 125 દિવસની રોજગાર પૂરી પાડવાની જાહેરાત કરી હતી. બિહાર માટે 17 હજાર કરોડ રૂપિયા ફાળવેલા જેમાંથી બિહાર સરકારે 10 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. 7 હજાર કરોડ રૂપિયા બાકી છે. પૂર અને કેન્દ્ર દ્વારા ભંડોળના છૂટા કરવામાં કથિત વિલંબના કારણે લગભગ 5.5 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ શક્યા નથી.

READ ALSO

Related posts

M.E-M.Pharmમાં મોક રાઉન્ડમાં જ 50 ટકા જેટલી બેઠકો ખાલી,સ્ટેટ લેવલની પરીક્ષા બાદ જાહેર થયેલ મેરિટમાં આ વર્ષે 4671 વિદ્યાર્થીઓ

pratik shah

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: આ સ્વદેશી દિગ્ગજ કંપનીને મળશે બુલેટ ટ્રેનનો પહેલો કોન્ટ્રાક્ટ, 7 કંપનીઓ હતી રેસમાં

Bansari

આશ્ચર્ય! સાઉથ અમેરિકાના રણમાં મળી આવી 121 ફૂટ લાંબી બિલાડી, વિમાનમાંથી નરી આંખે જોઈ શકાય તેવું સ્પષ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!