GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

પીએમ મોદી માલદીવ જાય તેવી શક્યતા, પ્રમુખ સોલિહની શપથવિધિમાં લેશે ભાગ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી નવેમ્બરે માલદીવની રાજધાની માલે ખાતે નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહીમ મહમૂદ સોલિહના શપથગ્રહણ સમારંભમાં સામેલ થાય તેવી શક્યતા છે. માલે સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે તેમને નવી દિલ્હીથી આના સંદર્ભે બેહદ સકારાત્મક સંદેશો મળ્યો છે. સૂત્રોનું કહેવું છે કે શપથગ્રહણ સમારંભથી અલગ બંને દેશોના ટોચના નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની પણ સંભાવના છે. નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ સોલિહ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ડિપ્લોમેટિક ચેનલના માધ્યમથી શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે સત્તાવાર નિમંત્રણ તૈયાર થઈ રહ્યું છે.

નવી દિલ્હી સાથે જોડાયેલા સૂત્રનું પણ કહેવું છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વાતચીત થઈ શકે છે. વિદેશ મંત્રાલય આના સંદર્ભે કંઈપણ કહેવાથી બચી રહ્યું છે. કારણ કે આ ટાપુસમૂહનો દેશ આ સમારંભ માટે અન્ય ઘણાં દેશોના નેતાને આમંત્રિત કરી રહ્યો છે. જો કે આના સંદર્ભે એ પુષ્ટિ થવાની બાકી છે કે કોણ-કોણ શપથગ્રહણ સમારંભમાં સામેલ થઈ રહ્યું છે. પરંતુ કહેવામાં આવે છે કે સોલિહની ઈચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથગ્રહણ સમારંભમાં સામેલ થાય. આ મેસેજ ઈન્ડો-પેસિફિક મહાસાગર વિસ્તારમાં ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દિનેશ પટનાયકને આપી દેવામાં આવ્યો હતો.

તેઓ 24થી 26 ઓક્ટોબર દરમયાન માલદીવમાં હાજર હતા. પટનાયક અહીં ઘણાં અધિકારીઓને પણ મળ્યા હતા. પાડોશી દેશોમાં માલદીવ એક એવો દેશ છે કે જેની વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2015માં માલદીવ જવાના હતા. પરંતુ અચાનક માલદીવની રાજકીય સ્થિતિ બગડતા તેમણે પોતાની મુલાકાત રદ્દ કરી હતી. સપ્ટેમ્બરમાં માલદીવમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં સોલિહે રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમને હરાવીને જીત પ્રાપ્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના પહેલા નેતા હતા કે જેમણે સોલિહને જીત બદલ ટેલિફોનિક વાતીચમાં અભિનંદન પાઠવ્યા હતા. તો વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આશે છે કે આ જીતથી માલદીવમાં લોકશાહીની વાપસી થશે. તેની સાથે જ ભારત નેબર ફર્સ્ટ નીતિ હેઠળ નવા નેતૃત્વ સાથે કામ કરવા માટે તૈયાર છે.

પીએમ મોદી માલદીવ જાય તેવી શક્યતા

માલદીવના પ્રમુખ સોલિહની શપથવિધિમાં લેશે ભાગ?

નવેમ્બર માસમાં જ છે સોલિહનો શપથગ્રહણ સમારંભ

Read Also 

Related posts

વાવાઝોડાની અસર: દમણમાં NDRFની ટીમો કરાઈ તૈનાત, 4 હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા

pratik shah

દેશમાં કોરોનાના નવા 50 હજાર કેસ થતાં લાગ્યા ફક્ત 7 દિવસ, અત્યાર સુધી રહી છે આ સ્થિતિ

Harshad Patel

માત્ર આ રાજ્યના લોકો કરી શકશે ચારધામની યાત્રા, ઉત્તરાખંડ સરકારે લીધો આ નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!