GSTV

વડાપ્રધાન મોદી મારા સાચા મિત્ર છે, અમે આતંકવાદ પર એક્શન લેવા પાકિસ્તાનને મજબૂર કર્યું

ટ્રમ્પે પોતાના ભાષણમાં મોદીનો આભાર માન્યો હતો અને પોતાના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ક્રિકેટના સૌથી મોટો સ્ટેડિયમમાં આવીને ઘણો આનંદ થાય છે. વડાપ્રધાન મોદીએ સાચા મિત્ર છે. દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે. અમેરિકા હંમેશા ભારતનું ખાસ મિત્ર રહેશે. મોદીનો દેશ માટે ઘણું સારુ કામ કરી રહ્યા છે. દુનિયામાં ભારતને ઘણી સફળતા મળી છે.

 • ભારત શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સામે આવી રહ્યું છે
 • ભારતમાં હંમેશા જ્ઞાનનો ભંડાર રહ્યો છે
 • દીકરી ઈવાન્કાની ભારત મુલાકાતને યાદ કરી ટ્રમ્પે દીકરીનો પણ આભાર માન્યો
 • માત્ર પુસ્તકોમાં જ નહીં પરંતુ લોકોમાં પણ ભારત ધબકી રહ્યું છે
 • ભારત-અમેરિકાનું બજાર એક બીજા માટે જ છે
 • કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું
 • પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે
 • ભારતમાં મહિલા ઉદ્યોગીઓના ટ્રમ્પે વખાણ કર્યા
 • અંતરિક્ષ ક્ષેત્રે બંને દેશોના સંબંધો સારા થશે
 • રક્ષા સોદાને મજબૂત કરીશું, બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે
 • દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે
 • બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરશે
 • અમે અલબગદાદીનો ખાતમો કર્યો છે
 • કાલે દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશું
 • 3 મિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે
 • અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ.
 • અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છેઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે
 • બંને દેશોની અર્થવ્યવસ્થામાં ઉછાળો છે
 • ભારતની એકતા વિશ્વમાં પ્રેરણા દાયક છે
 • ટ્રમ્પે ગાંધીજીની દાંડીયાત્રાનો ઉલ્લેખ કર્યો
 • બોલિવૂડની ફિલ્મોમાં રચનાત્મકતા દેખાય છે
 • દેશભક્ત સરદાર પટેલની મૂર્તિ બનાવીને ભારતે ઈતિહાસ રચ્યો છે

ફિલ્મો અને ક્રિકેટનો કર્યો ઉલ્લેખ

આ સાથે જે તેમણે પોતાના ભાષણમાં શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ભારતમાં 2000 કરતાં વધારે ફિલ્મો બને છે. સમગ્ર દુનિયામાં તેનું સ્વાગત કરવામાં આવે છે. લોકોને DDLJ ખૂબ જ પસંદ છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ખ્યાતનામ ક્રિકેટર સચિન તેડુલકર અને વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કરોડો લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મોદી માત્ર ગુજરાત માટે જ નહીં પણ દેશ માટેનું સૌથી મોટું ગર્વ છે. જે અસંભવને સંભવ બનાવી શકે છે. પ્રધાનમંત્રીની આગેવાનીમાં આજે ભારત દેશ આગળ વધી રહ્યો છે અને તેમની વિકાસની યાત્રા દુનિયા માટે એક મિસાલ છે. ભારતની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આજે ભારતની અર્થવ્યવસ્થામાં મોટી શક્તિ છે. ભારત એક જ દાયકામાં કરોડો લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યું છે.

તહેવારોની કરી વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોળી દિવાળી જેવા તહેવારોનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, હિન્દુ, મુસ્લિમ, જૈન, સિખ સહિતના ઘણા ધર્મો અહીં વસવાટ કરે છે. જ્યાં હજ્જારો ભાષાઓ બોલવામાં આવે છે. અહીં એક શક્તિની માફક લોકો રહે છે.

ગુજરાતીઓનો માન્યો આભાર

અમેરિકામાં ઘણા વ્યાપારીઓ ગુજરાતથી આવે છે. એવામાં અમેરિકાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે આપ સૌનો આભાર માનું છું. ભારત-અમેરિકાની દોસ્તી સાથે સાથે વ્યાપારના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, મેં અને મેલેનિયાએ આજે મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી. અને આજે તાજ મહેલ પણ જઈશું.

મોદી સરકારની યોજનાઓ અને દેશના મહાનુભવોને કર્યા યાદ

ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી મોદી સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે, ભારત આજે નવી શક્તિ બનીને ઉભરી રહ્યું છે. જે આ સદીની સૌથી મોટી બાબત છે. સાથે સાથે અમેરીકા રાષ્ટ્રપતિએ આ દરમ્યાન સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મોદી ખૂબ મહેનત કરે છે

પીએમ મોદીએ જિંદગીમાં બહુ જ મહેનત કરી છે. જેઓએ પોતાના પિતાની ચાની દુકાન પર કામ કર્યું છે. પીએમ મોદીને આજે દરેક પ્રેમ કરે છે. આજે મોદી ભારતના પ્રમુખ નેતા છે. જેઓને 60 કરોડથી વધારે લોકોએ વિજેતા બનાવ્યા છે. યુએસ પ્રમુખે જણાવ્યું કે પ્રધાનમંત્રીનાં નેતૃત્વ હેઠળ આજે ભારત પ્રગતિનાં પંથે આગળ વધી રહ્યું છે, અને આ વિકાસ યાત્રા દુનિયા માટે એક મિશાલ છે.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!