ચીનના ચિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભારતને પૂર્ણ સદસ્ચતા મળી છે. પૂર્ણ સદસ્યતમાં પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સંબોધન કર્યું. ભારત કનેક્ટિવિટી પરિયોજનાઓનું સ્વાગત કરે છે. પાડોશી દેશો સાથે કનેક્ટિવિટી પર પીએમ મોદીએ ભાર મુક્યો.
પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. પીએમ મોદીએ સુરક્ષાનો સિક્યોર મંત્ર આપ્યો.
શાંઘાઈ સહયોગ સંગઠનમાં પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધીને આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આતંકવાદથી પીડિત અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કર્યો.