GSTV
Home » News » નોટબંધીને લઈને મોદી સરકારના મોંમા હજુ મગ ભર્યા, મનમોહનસિંહનાં આકરા પ્રહારો

નોટબંધીને લઈને મોદી સરકારના મોંમા હજુ મગ ભર્યા, મનમોહનસિંહનાં આકરા પ્રહારો

નોટબંધીના બે વર્ષ પૂરા થયાં છે ત્યારે વિપક્ષ મોદી સરકારને માફી માગવા માગ કરી રહી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે નોટબંધીને બીમાર વિચારવાળી અને દુર્ભાગ્યપૂર્ણ પગલું ગણાવ્યું.

મનમોહનસિંહે કહ્યું કે નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થા પર જે કેર વર્તાયો તે તમારી સામે છે. નોટબંધીએ દરેક વ્યક્તિને પ્રભાવિત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે નોટબંધીથી જીડીપીમાં ભંગાણ તો પડ્યું જ છે. સાથે તેની અસર પણ જોવા મળી રહી છે.

નાના અને છૂટક વેપારીઓમાં ભારે અસંતોષ છે. અર્થવ્યવસ્થા સતત બગડી રહી છે જેની ખરાબ અસર રોજગાર પર પડી રહી છે. યુવાઓને નોકરીઓ મળતી નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ટર માટે આપાતી લોન અને બેંકોની બીનનાણાકીય સેવા પર પણ ઘણી માઠી અસર પડી છે.

READ ALSO

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!