મનમોહનસિંહ ફરી એક વખત બોલ્યા કે મોદી સરકારમાં ક્યાંય શાતિ નથી રહી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે NDIM કોલેજના દીક્ષા સમારોહમાં મોદી સરકારને નિશાને લીધી હતી. તેમણે કહ્યું કે બેરોજગાર વિકાસે ગ્રામીણ ઋણ અને શહેરી અરાજકતા સાથે મળીને આપણા દેશના યુવાનોને ઘણા અશાંત કર્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોની આત્મહત્યા અને સતત કિસાન આંદોલન આપણી અર્થવ્યવસ્થામાં સંરચનાત્મક અસંતુલન દર્શાવે છે. પૂર્વ વડાપ્રધાને નોટબંધી પર પીએમ મોદીની ટીકા કરી. અને કહ્યું કે ઔદ્યોગીક ક્ષેત્રમાં વધારાની રોજગારીની તકો ઉત્પન્ન કરવાના પ્રયાસ નિષ્ફળ થઇ ગયા છે કારણ કે ઔદ્યોગીક વિકાસ ઝડપથી થઇ રહ્યો નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter