પ્રધાનમંત્રી કિસાન યોજનાથી ખેડૂતોને થશે વધુ ફાયદો

ખેડૂતોને આર્થિક મદદ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ખેડૂતોને અન્ય પ્રકારના લાભ આપશે, આ કહેવુ છે મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) કે.વી.સુબ્રમણ્યનનું. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત 2019-20ના અંતિમ બજેટમાં કરવામાં આવી છે. જે હેઠળ દેશના આવા નાના અને સીમાંત ખેડૂત જેની પાસે બે હેક્ટર સુધીની કૃષિ ભૂમિ છે, તેમણે ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની વાર્ષિક ન્યૂનત્તમ આવક આપવાની છે.

આ યોજનાનો લાભ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને મળશે. સુબ્રમણ્યને કહ્યું કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં ખેડૂતોનુ સમર્થનનુ સ્તર ખૂબ જ નીચુ છે. આ યોજના આ કામને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું, દુનિયાભરના દેશોમાં ખેડૂતોને અપાતી મદદ ઘણી વધારે છે. પરંતુ હાલમાં જ આવેલી આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઈસીડી)ની રીપોર્ટ જણાવે છે કે ભારતમાં આ ખૂબ નીચલા સ્તરે છે.

તેમણે કહ્યું કે આ આબાદીનો એવો ભાગ છે, જ્યાં 125 કરોડ લોકો પેટ ભરી રહ્યાં છે. જ્યારે તમારી આબાદી એક ટકાથી પણ ધીમી ગતિથી વધી રહી છે અને તમારું ખાદ્યાન્ન ઉત્પાદન ત્રણ ટકાથી વધુની ગતિથી વધી રહ્યું છે. જેને કારણે અહીં તમારા ખાદ્યાન્ન વિશેષ છે અને કિંમતો પડી રહી છે, જેનાથી ખેડૂતોની આવક પ્રભાવિત થઈ રહી છે. મોટાભાગના દેશોમાં ખેતી-ખેડૂતોને સમર્થન આપવામાં આવે છે. જેના કારણે આ ક્ષેત્રમાં જોખમ વધારે હોય છે. તેથી ખેતી-ખેડ઼ૂતને સમર્થન આપવુ અવિશ્વસનીય છે.

આ યોજનાનો અન્ય મહત્વપૂર્ણ લાભ ખેડૂતોને પ્રાપ્ત કરવા યોગ્ય બનાવવાનો છે. નાણાંકીય સંસ્થાનોએ આવા નબળા વર્ગ માટે રોકડ પ્રવાહ સુનિશ્ચિત કરવાનુ વચન આપ્યું છે. સુબ્રમણ્યમે કહ્યું કે 2015-16માં ખેડૂતોની સરેરાશ આવક 30,000 રૂપિયા હતી. આ રીતે 6000 રૂપિયાની મદદ તેના 20 ટકા થયુ છે. જો ખેડૂતની પાસે એક નિયમિત આવક રહે છે તો બેંક તેનો અભ્યાસ કરીને ખેડૂતને વર્ષમાં 24,000 રૂપિયા સુધીનુ દેવુ ઉપલબ્ધ કરાવી શકીશું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter