GSTV

અામ અાદમી માટે સપ્ટેમ્બર મહિનો અઘરો : વધશે અા ચીજવસ્તુઅોના ભાવ

Last Updated on September 1, 2018 by Karan

ઈંધણની વધતી કિંમતોની અસર થોડાક સમયગાળામાં જ રોજબરોજની જીવનજરૂરિયાતની વસ્તુઓની મોંઘવારી સ્વરૂપે સામે જોવા મળશે. વિશ્લેષકોનું કહેવું છે કે ડીઝલની કિંમત વધવાની અસર માલસામાનના પરિવહનની કિંમતો પર પડી રહી છે. તેના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં દશથી પંદર ટકાના વધારાની શક્યતા છે. જ્યારે ફાસ્ટ મુવિંગ કસ્ટમર ગુડ્સની કિંમતોમાં પાંચ ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરી રહેલા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા પ્રમાણે દિલ્હીમાં એક ઓગસ્ટ-2018ના રોજ ડીઝલની કિંમત 67.82 રૂપિયા હતી અને પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા હતી. જ્યારે 31 ઓગસ્ટ-2018ના રોજ પેટ્રોલની કિંમત 78.52 રૂપિયા અને ડીઝલની કિંમત 70.21 રૂપિયા પ્રતિલિટરે પહોંચી હતી. ઓગસ્ટમાં દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 2.39 રૂપિયા અને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 2.21 રૂપિયાનો વધારો થયો છે. જાણકારો મુજબ, માલસામાનને લાવવા-લઈ જવાનું કામ કરતી ટ્રકોના ભાડામાં વધુ ચાર ટકાના વધારાની સંભાવના તોળાઈ રહી છે.

  • અામ અાદમીનું ખિસ્સું હજી વધુ કપાશે
  • ફળો અને શાકભાજીની કિંમતમાં ભાવ વધારો થવાની શક્યતા
  • ફળો, શાકભાજીના ભાવમાં 15 ટકાનો વધારો થઈ શકે છે
  • ટ્રકોના માલભાડામાં 4 ટકાનો વધારો થવાની શક્યતા
  • ફાસ્ટ મુવિંગ કસ્ટમર ગુડસમાં પાંચ ટકા વધારાની શક્યતા

ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડી. કે. જોશીનું કહેવું છે કે ડીઝલની કિંમતોમાં આટલો વધારો થવાની અસર એકસાથે આખા દેશ પર પડશે. માલસામાનના પરિવહન માટે ડીઝલ મુખ્ય ઈંધણ છે અને તેની કિંમતો વધવાની અસર માલભાડા પર જોવા મળશે. ભારતમાં ઉદ્યોગ જગતના માલસામનના પરિવહનનો ખર્ચ 17 ટકા છે અને તેનો સીધો અર્થ છે કે માલભાડામાં વધારાની અસર ઉત્પાદનોની કિંમત પર થશે. કહેવામાં આવે છે કે આની અસર હેઠળ એફએમસીજી કંપનીઓ પર દબાણ વધશે અને તેઓ કિંમતોમાં વધારો કરવા માટે લાચાર થઈ જશે… કારણ કે આ પહેલા પણ માલસામાનના પરિવહનનો ખર્ચ વધવાથી તેમણે કિંમતોમાં વધારો કર્યો ન હતો. હવે તેમના ઉત્પાદનોની કિંમતોમાં પાંચ ટકા સુધીનો વધારો થઈ શકે છે.

ફળ અને શાકભાજીની કિંમતોમાં પરિવહન ખર્ચ સામાન્ય વસ્તુઓના મુકાબલે વધારે છે.. કારણ કે અલગ-અલગ ખેડૂતો પાસે ઓછા પ્રમાણમાં ફળો અને શાકભાજી હોય છે. જેને કારણે ખેડૂતોને પોતાના ઉત્પાદનો ડી સુધી પહોંચાડવામાં મોટી કંપનીઓ કરતા વધારે ખર્ચ કરવો પડે છે. ફળોની સ્થિતિ ખાસી અલગ છે. સફરજનનું ઉત્પાદન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થાય છે. પરંતુ તેનું વિતરણ કેન્દ્ર દિલ્હી છે. જ્યારે ચીકૂનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને તેનું પણ વિતરણ દિલ્હીથી થાય છે. જેને કારણે ફળો પર ડીઝલની કિંમતોમાં વધારાની ઘણી વધારે અસર પડશે. તેમનું કહેવું છે કે ડીઝલની કિંમત આસમાને પહોંચવાથી ફળ અને શાકભાજીની કિંમતોમાં દશથી પંદર ટકાનો વધારો થશે.

Related posts

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel

લોકમેળો/ સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો સતત બીજા વર્ષે નહીં યોજાય, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!