GSTV

ગરમીમાં ઠંડક પડશે મોંઘી, આઈસ્ક્રીમ-કોલ્ડ ડ્રિન્કની કિંમતોમાં આવશે આટલો બધો ઉછાળો

ભારતમાં હવે ઉનાળો આવવાની તૈયારી છે. ગરમી આવે એ પહેલા જ ખબર આવી છે કે આ સીઝનમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવો મોંધો સાબિત થઈ શકે છે. ભારતમાં એર કંડીશનર, આઈસક્રીમ અને કોલ્ડ ડ્રિંકની કિંમતોમાં વધારો થઈ શકે છે. કોરોનાવાયરસ અને સરકાર દ્વારા એર કંપ્રેશર પર પાંચ ટકાની કસ્ટમ ડ્યુટી વધારવા બાદ એસીની કિંમતોમાં વધારો થઈ શકે છે. કોરોનાવાયરસના કારણે એસી પાર્ટ્સના સપ્લાયમાં સમસ્યા આવી રહી છે. ભારત ચીન પાસે પાર્ટ્સ ઉપરાંત એસીની આયાત પણ કરે છે. કોરોનાવાયરસના કારણે એસીની કિંમતમાં વધારો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે.

આઈસક્રીમ ખાવુ પડી શકે મોંઘુ

ગરમીમાં લોકો આઈસક્રીમ ખાવાનું ખુબ વધુ પસંદ કરે છે. આઈસક્રીમના શોખીન લોકોને હવે પોતાની પસંદગીની આઈસક્રીમ માટે વધુ કિંમત ચુકવવી પડી શકે છે. જોકે આ સમયમાં દૂધની સપ્લાય ડિમાન્ડના મુકાબલે ઘટી છે. તેમાંથી મિલ્ક પાઉડર લગભગ 30 ટકા મોંઘુ થઈ ગયું છે. સાથે જ ખાંડની કિંમત પણ વધી ગઈ છે.

ઘણી આઈસક્રીમ કંપનીઓ પોતાના પ્રોડક્ટની કિંમત વધારવા માટે વિચાર કરી રહી છે. અમૂલ અને વાડીલાલે પોતાની અમુક પ્રોડક્ટશના નામ પહેલા જ વધારી દીધા છે. હવે ક્વોલિટી સહિત અન્ય કંપનીઓ પણ પોતાના ઉત્પાદનની કિંમત વધી શકે છે. આશા દર્શાવવામાં આવી રહી છે કે આઈસ્ક્રિમની કિંમત 5થી 10 ટકા વધી શકે છે.

કોલ્ડ ડ્રિન્કની કિંમતોમાં આવી શકે છે ઉછાળ

કોલ્ડ ડ્રિન્ક બજારમાં 80 ટકા ભાગીદારી રાખનાર કંપનીઓ કોકાકોલા અને પેપ્સીકો 600 એમએલ અથવા તેનાથી વધુ માત્રાવાળા પ્રોડક્ટની કિંમતોમાં 6થી 14 ટકાનો વધારો કરી શકે છે. હાલ 30થી 35 રૂપિયામાં મળનાર 600 એમએલ કોલ્ડ ડ્રિન્ક્સની કિંમત 38થી 40 રૂપિયા સુધી થઈ શકે છે.

ખાંડ સહિત ઘણી કોલ્ડ ડ્રિન્ક્સમાં ઉપયોગ કરવામાં આવતી સામગ્રીની કિંમતો વધી છે. કંપનીઓ પોતાના ઉત્પાદની કિંમત વધારીને તેની ભરપાઈ કરી શકાય છે. પ્રોડક્શન કોસ્ટ વધવાના કારણે કંપનીઓ કિંમત વધારવા પર વિચાર કરી શકે છે.

Read Also

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!