GSTV
Budget 2021 Business Expectation Budget News Budget Trending

Budget 2021: શું સ્માર્ટફોનથી લઈ આ વસ્તુના વધશે ભાવ? નિર્મલા સીતારમણ કરી શકે છે મોટી જાહેરાત

આગામી બજેટમાં કેન્દ્ર સરકાર સ્માર્ટફોન્સ, ઈલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અને અપ્લાયંસેસ સહિત લગભગ 50 આઈટમ્સ પર 5-10 ટકા સુધી આયાત શુલ્ક વધારવાની જાહેરાત કરી શકે છે. માહિતી પ્રમાણે આ મામલાથી જોડાયેલ લોકોના હવાલાથી આ વિશે જાણકારી આપી છે. સરકાર દ્વારા આયાત શુલ્ક વધારવાનો આ નિર્ણય પીએમ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ની હેઠળ હશે, જેથી ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળી શકે. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, સરકારના આ પગલા થકી 200-210 અબજ રૂપિયાના મહત્તમ રેવેન્યૂનો લક્ષ્ય રાખી રહી છે. કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક સુસ્તીની વચ્ચે સરકારની રેવેન્યૂ પર પણ અસર પડે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આયાત શુલ્કમાં આ વધારાથી ફર્નીચર અને ઈલેક્ટ્રિક વાહનોના આયાત પર સૌથી વધારે અસર પડશે. તેનાથી સ્વીડનની ફર્નીચર કંપની આઈકિયા અને એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર અસર પડશે. હાલમાં ટેસ્લાએ ભારતમાં આવવાને લઈને પોતાની તૈયારીઓ વિશે જાણકારી આપી છે. જોકે, આ અધિકારીઓએ જાણકારી આપી નથી કે, આ ફર્નીચર અને ઈલેક્ટ્રિક વાહનો પર આયાત શુલ્કમાં કેટલો વધારે થશે.

મોંઘા થઈ શકે છે ફ્રિઝ અને AC

પહેલા પણ ટેસ્લા અને આઈકિયા- બંનેના અધિકારીઓએ ભારતમાં હાજર આયાત શુલ્ક વ્યવસ્થાને લઈને ચિંતા જાહેર કરી છે. તે સિવાય ફ્રિજ અને એસી પર આયાત શુલ્ક વધી જશે. સૂત્રોના જણાવ્યું છે કે, આ પ્રસ્તાવોને ફાઈનલ કરતા પહેલા ઘણા ફેરફાર પણ થઈ શકે છે.

છેલ્લા વર્ષે 20 ટકા સુધી વધ્યો હતો આયાત શુલ્ક

ઘરેલુ ઉત્પાદોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા કેટલાક સમયમાં સરકારે ઘણા મોટા નિર્ણય લીધા છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, ભારતની લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ લગાવવો ફરજિયાત છે. આ ઘરેલુ બિઝનેસને પ્રોત્સાહન મળી શકશે. છેલ્લા વર્ષે ભારતે ફુટવિયર, ફર્નીચર, રમકડા, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ સહિત ઘણી વસ્તુઓ પર 20 ટકા સુધી આયાત શુલ્ક વધારવામાં આવ્યો હતો.

1 ફેબ્રુઆરીએ જાહેર થશે બજેટ

ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીને નાણાકિય વર્ષ 2021-22 માટે બજેટ જાહેર થશે. આ બજેટ એક એવા સમય પર જાહેર થવા જઈ રહ્યું છે, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા કોરોના વાયરસ મહામારીના કારણે 7.7 ટકા સુધી સિકુડ ચૂકી છે.

READ ALSO

Related posts

સાયબર ફ્રોડની નવી રીતો… લોકો માટે આવી રહ્યા છે આ 5 SMS, એક ક્લિક કરવાથી એકાઉન્ટ થઈ જાય છે ખાલી !

Kaushal Pancholi

મોંઘી થશે વીમા પોલિસી! / IRDAIના નવા નિયમની પડશે મોટી અસર, નિષ્ણાતો પાસેથી જાણો કેવી રીતે ગ્રાહક તેમનું પ્રીમિયમ ઘટાડી શકે છે

Hardik Hingu

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL
GSTV