GSTV

15 લાખ રૂપિયા છે આ એક પક્ષીની કિંમત, બાંગ્લાદેશની સરહદ પર જોવા મળ્યા દુર્લભ પક્ષીઓ

બાંગ્લાદેશ સરહદ પર બાતમીને આધારે બીએસએફના જવાનો પહોંચ્યા ત્યારે ત્યાં હાજર શકમંદો પાંજરું ફેંકી અને નાસી છૂટ્યા હતા. આ પાંજરામાં એક દુર્લભ ટુકેન પક્ષીનું જોડું હતું. જેની બજાર કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે. તે એક દુર્લભ પક્ષી છે જે મધ્ય અમેરિકન દેશ બેલીઝનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. 13 ઓગસ્ટ 2020ના બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હલદર પારા ગામની પાછળ આવેલા જંગલની આજુબાજુના વિસ્તારોમાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગામ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવે છે.

સૈનિકોએ જંગલની અંદરના ભાગમાં બે શંકાસ્પદ લોકોને છુપાયેલા જોયા

સવારે સાત વાગ્યાની આસપાસ, સૈનિકોએ જંગલની અંદરના ભાગમાં વાંસની ઝાડીની પાછળ બે શંકાસ્પદ લોકોને છુપાયેલા જોયા. સૈનિકોએ તેની પાસે પહોંચવાનો પ્રયાસ કરતાં અચાનક શંકાસ્પદ લોકો ભારતીય ગામ તરફ દોડવા લાગ્યા હતા. તેઓ દોડયા ત્યારે તેમના હાથમાં એક પાંજરું પણ હતું. સૈનિકોએ તેમનો પીછો કર્યો ત્યારે તેઓ પાંજરું ફેંકી ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી છૂટવામાં સફળ રહ્યા.

જપ્ત કરેલા પક્ષીઓ કિલ-બીલ્ડ ટુકન પ્રજાતિના

ત્યારબાદ સર્ચ પાર્ટીએ જંગલની આજુબાજુના વિસ્તારની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી જેમાં એક પાંજરું મળી આવ્યું હતું. પાંજરામાં અંદર અસામાન્ય દેખાતા પક્ષીઓની જોડી હતી જેમને ટુકેન બર્ડ તરીકે ઓળખાય છે. જપ્ત કરેલા પક્ષીઓ કિલ-બીલ્ડ ટુકન પ્રજાતિના હોય છે, તેઓ ટુકેન પરિવારનો રંગીન લેટિન અમેરિકન સભ્ય છે.

આ પ્રજાતિ દક્ષિણ મેક્સિકોથી કોલમ્બિયા સુધીના ઉષ્ણકટિબંધીય જંગલોમાં

આ પ્રજાતિ દક્ષિણ મેક્સિકોથી કોલમ્બિયા સુધીના ઉષ્ણકટિબંધીય જંગલોમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પક્ષીઓની કિંમત આશરે 15 લાખ રૂપિયા છે. જપ્ત કરાયેલા બંને પક્ષીઓને કોલકાતાના અલીપુર સ્થિત પ્રાણીસંગ્રહાલયના હવાલે કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ હરસિમરત કૌર બાદ હવે અકાલી દળે છેડો ફાડ્યો, NDAમાંથી થયું અલગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!