GSTV
Gujarat Government Advertisement

સબસિડી વિનાના સિલિન્ડરના ભાવમાં 13 દિવસ બાદ ફરી વધારો, આજે છે સિલિન્ડરનો આ ભાવ

lpg

Last Updated on December 16, 2020 by Bansari

છેલ્લા 13 દિવસમાં સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. હવે સબસિડી વગરના સિલિન્ડરની કીંમત 756.50 રૂપિયા થઇ ગઇ છે. આ નવો ભાવ સોમવારની મધરાતથી અમલમાં આવી ગયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પણ વધારવામાં આવ્યા છે. દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે.

lpg

સબસિડી વગરના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં વધારો

આ વખતે પહેલી ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા હતાં પણ ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવ વધારવામાં ન આવતા લોકોને રાહત થઇ હતી. જો કે તેના બીજા જ દિવસે એટલે કે બીજી ડિસેમ્બરે સબસિડી વગરના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પાંચ કિલોગ્રામના સિલિન્ડરના ભાવ પણ વધારવામાં આવ્યા છે.

સિલિન્ડર

13 દિવસમાં બે વખત વધારવામાં આવ્યા

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 13 દિવસમાં પ્રથમ વખત બે વખત વધારવામાં આવ્યા છે. સોમવાર રાતે 12 વાગ્યે નવા ભાવ આવતા રાંધણ ગેસ એજન્સીઓના ડીલરોની સાથે અધિકારીઓ પણ આશ્રર્યચકિત થઇ ગયા હતાં. 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 50 રૂપિયા જ્યારે પાંચ કિલોના સિલિન્ડરના ભાવમાં 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!