GSTV

સરકાર લાચાર-વચેટીયા બેફામ/ હોલસેલમાં કિલોના રૂ.50માં વેચાતા ટામેટાનો ભાવ છૂટક બજારમાં રૂ.100, ગુજરાતના શહેરોમાં ટામેટાની સેન્ચ્યુરી

બિઝનેસ

Last Updated on November 25, 2021 by Pravin Makwana

દેશના અનેક ભાગમાં અને ગુજરાતમાં પણ ટમેટાના છૂટક ભાવમાં સેન્ચુરી થઇ ગઇ છે. લોકોને લાગે છે કે ખેડૂતોના કારણે આ ભાવ વધ્યા છે પણ આમાં વચેટિયાઓ જ વિલન છે.

દેશના જથ્થાબંધ માર્કેટમાં 50થી 60 રૂપિયે કિલોના ભાવે ટમેટા મળે છે પણ રિટેલ વેપારીઓએ સો રૂપિયે ભાવ અડાડી દીધો છે. આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પૂરના સમાચારનો ફાયદો ઉઠાવીને વચેટિયાઓ અને રિટેલર્સ ગ્રાહકોને ખુલ્લે આમ લૂંટી રહ્યા છે અને સરકાર તમાશો જોઇ રહી છે.

આંધ્રપ્રદેશ દેશનુ સૌથી મોટુ ટામેટા ઉત્પાદક રાજ્ય છે. ત્યાં ભારે વરસાદના કારણે ટમેટાની ખેતી બરબાદ થઇ ગઇ છે. જેના કારણે માગ અને પુરવઠાનો ગાળો વધી ગયો છે. દેશમાં મંગળવારે સૌથી વધારે ટમેટાના ભાવ ચેન્નાઇમાં બોલાયા હતાં. ચેન્નાઇમાં કોયમવેડુ, મંડાવેલી અને નંદનમ માર્કેેટમાં ટમેટા 160 રૂપિયે કિલો પહોંચી ગયા છે. દેશમાં સૌથી વધુ ટમેટાનું ઉત્પાદન આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થાય છે.

આંધ્રપ્રદેશમાં 58 હજાર હેક્ટર જમીનમાં 27 લાખ મેટ્રિક ટન ટમેટાનું ઉત્પાદન થાય છે.  આંધ્રમાં સૌથી વધુ ટામેટા ચિત્તુર અને અનંતપુરમાં થાય છે અને આ બે જિલ્લામાં જ પુરનો પ્રકોપ છે. ચિત્તુરમાં મદનપલ્લે ટમેટાનું સૌથી મોટુ માર્કેટ છે ત્યાં પ્રતિ ક્વિન્ટલ ટમેટાનો ભાવ 9500 બોલાયો છે. તો મહારાષ્ટ્રના સોલાપુર અને પૂણેમાં જથ્થાબંધ માર્કેટમાં 40-50 રૂપિયે કિલોનો ભાવ ખેડૂતોને મળે છે. 

ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં પણ ટમેટાનો પાક બગડયો છે. તેમ છતાં ભાવ વધારાનો સૌથી મોટો ફાયદો વચેટિયાઓ જ રળી રહ્યા છે. આશા છે કે જાન્યુઆરી ફેબુ્રઆરી સુધીમાં ટમેટાના ભાવમાં રાહત મળી શકશે. ટમેટાનું નવુ બિયારણ 15 ઓક્ટોબરે લગાવવામાં આવ્યું છે. તેને તૈયાર થતાં કમ સે કમ ત્રણ મહીનાનો સમય લાગશે. એટલે આશા છે કે, જાન્યુઆરી ફેબુ્રઆરીમાં ભાવ ઘટશે.

READ ALSO :

Related posts

વડોદરા / ઓમિક્રોનના સંભવિત ખતરાને જતા SSG હોસ્પિટલ સજ્જ, આઈસીયુ, ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર ઉભી કરાઈ

Zainul Ansari

Bipin Rawat Funeral: બિપિન રાવતનું પાર્થિવ શરીર કાલે દિલ્હી લવાશે, શુક્રવારે થશે અંતિમ સંસ્કાર

Zainul Ansari

સોમનાથના ત્રિવેણી સંગમમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, ત્રણના બચાવ્યા જીવ પછી જરૂરી મેડિકલ સારવાર આપી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!