GSTV
Home » News » જાન્યુઅારીથી આ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં થશે 8થી 10 ટકાનો વધારો, છેલ્લી છે તક

જાન્યુઅારીથી આ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં થશે 8થી 10 ટકાનો વધારો, છેલ્લી છે તક

દેશમાં તહેવારોની સિઝનમાં ઓનલાઈન સેલમાં 50 ટકા ડિસ્કાઉન્ટમાં સસ્તા ભાવે મળતી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ડિસેમ્બર બાદ મોંઘી થવાની સંભાવના છે. સરકારે ટેક્સ વધારવાની સાથે ડોલર સામે રૂપિયાની નબળાઈને પગલે થતું નુક્સાન હવે કંપનીઓ ગ્રાહકોના માથે નાખે તેવી સંભાવના છે. અત્યારસુધીમાં સસ્તામાં ઇલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરનાર ગ્રાહકોએ હવે ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.

અા છે કારણો

  • ડિસેમ્બરના અંત સુધીમાં જે કંઈ ઈન્વેન્ટરી છે તે પણ પૂરી થઈ જશે
  • ટીવી, રેફ્રિજરેટર, ફૂડ પ્રોસેસર અને વોશિંગ મશીન પરનો જીએસટી ૧૮ ટકા કરી દેવાયો છે
  • તહેવારોની સિઝનમાં પણ એકંદરે વેચાણ અપેક્ષા કરતાં ઓછું વધ્યું છે, જેને કારણે કંપનીઓએ ભાવવધારો ટાળ્યો
  • કંપનીઓએ જીએસટી ૨૮ ટકાથી ઘટાડવાની માગણી કરી છતાં કાઉન્સિલે તેમાં ઘટાડો કર્યો નથી
  • સપ્ટેમ્બરના કવાર્ટરમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાથી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે કંપનીઓએ નિર્ણય લીધો

ACના ભાવમાં સૌથી મોટો વધારો થશે

જો તમે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવા માગતા હો તો ઝડપ કરો, ૩૧ ડિસેમ્બર પહેલાં ખરીદી લો. વ્હાઈટ ગુડ્ઝ ઉત્પાદકો જાન્યુઆરીથી ભાવમાં વધારો કરવા જઈ રહી છે. ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને એર કન્ડિશનના ભાવમાં કંપનીઓ ૭-૧૦ ટકા ભાવવધારો કરવા જઈ રહી છે. સૌથી વધુ એસીના ભાવ વધશે. એપ્લાયન્સીસ ઉત્પાદકો પર વધતા જતા ઉત્પાદન ખર્ચનું દબાણ વધી ગયું છે. ખાસ કરીને સપ્ટેમ્બરના કવાર્ટરમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાથી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે કંપનીઓએ વધારે સહન કરવું પડ્યું છે. તેમાં વળી, આ પ્રોડકટ્સ પર ટેકસ પણ વધારે છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપનીઓના કુલ ખર્ચમાં ફ્રેઈટ કોસ્ટ ૧૦-૧૫ ટકા જેવો હોય છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જાય છે, જેને કારણે કુલ ખર્ચ વધી જાય છે.

જીઅેસટી હવે કંપનીઓ વસૂલશે

ડિસેમ્બરના અંત સુધીમાં જે કંઈ ઈન્વેન્ટરી છે તે પણ પૂરી થઈ જશે.’ ઈલેકિટ્રકલ એપ્લાયન્સીસમાં સૌથી વધારે એસીના ભાવમાં વધારો થશે તેમ મનાય છે. ઈન્વેન્ટરી વધારે હોવાથી અને ઉનાળામાં આ વખતે દર વર્ષ કરતાં ઓછું વેચાણ થવાથી કંપનીઓ અગાઉ ભાવવધારો કરી શકી ન હતી. કંપનીઓએ જીએસટી ૨૮ ટકાથી ઘટાડવાની માગણી કરી છતાં કાઉન્સિલે તેમાં ઘટાડો કર્યો નથી. ટીવી, રેફ્રિજરેટર, ફૂડ પ્રોસેસર અને વોશિંગ મશીન પરનો જીએસટી ૧૮ ટકા કરી દેવાયો છે પણ એસી માટે હજી તે વધારે છે. સપ્ટેમ્બરમાં એસી, વોશિંગ મશીન(૧૦ કિલો સુધીના) અને રેફ્રિજરેટર જેવી પ્રોડકટ્સની કસ્ટમ્સ ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવાઈ હતી. તે સમયે તહેવારોની સિઝન હોવાથી કંપનીઓએ તાત્કાલિક ભાવવધારો ટાળ્યો હતો. તેમાં વળી, તહેવારોની સિઝનમાં પણ એકંદરે વેચાણ અપેક્ષા કરતાં ઓછું વધ્યું છે, જેને કારણે કંપનીઓએ ભાવવધારો ટાળ્યો હતો.

Related posts

“સચિન તેન્ડુલકરના બધા રેકોર્ડ તોડી દેશે વિરાટ કોહલી, પણ આ એક ક્યારેય અહીં તોડી શકે”

NIsha Patel

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Bansari

કોહિનૂર ઈમારત કેસ મામલે કલમ 144 લાગુ, રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!