રસોઈ ગેસ સિલિન્ડર (LPG)ના ભાવ આગામી સપ્તાહ સુધીમાં વધી શકે છે. દરમિયાન બે દિવસના પછી બુધવારે વાહનના ઈંધણમાં ફરી ભાવ વધારો થયો. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ 35-35 પૈસા લીટરદીઠ વધ્યા. મળતી માહિતી મુજબ LPGના મામલામાં ઓછી કિંમત (અંડર રિકવરી) વેચવાથી નુકસાન પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ કારણે તેની કિંમત વધી શકે છે.

મળતી માહિતી મુજબ LPGના ભાવ કેટલા વધશે, તે સરકારની મંજૂરી પર નિર્ભર કરશે. અગાઉ 6 ઓક્ટોબરના રોજ LPGના ભાવ વધ્યા હતા. જુલાઈથી 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવ 90 રૂપિયા વધી ચુક્યો છે.
પેટ્રોલિયમ કંપનીને અત્યારે સરકાર પાસેથી કોઈ રાહત નથી મળી
મળતી માહિતી મુજબ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયલ માર્કેટિંગ કંપનીઓને છૂટક કિંમતને ખર્ચ સાથે સમાયોજિત કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ઉપરાંત આ અંતરને ભરવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સબસિડી આપવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારા વચ્ચે એલપીજીના વેચાણ પરનું નુકસાન પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
સાઉદી આરબમાં 800 ડોલર પ્રતિ ટન થઈ ગયો LPG દર
સાઉદી આરબમાં LPGનો દર આ મહિને 60 ટકા ઉછળી 800 ડોલર પ્રતિ ટન પહોંચી ગયો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 85.42 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યો.

દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં સબ્સિડીવાળા સિલિન્ડરનો ભાવ
હાલ દિલ્હી અને મુંબઈમાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ 899.50 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં તે 926 રૂપિયા છે. દેશમાં પાત્ર પરિવારોને આ જ કિંમત પર સબ્સિડીવાળો LPG સિલિન્ડર મળી રહ્યો છે.એક વર્ષમાં, તેમને સબસિડીવાળા દરે 14.2 કિલોના 12 સિલિન્ડર મળે છે.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ