GSTV
Home » News » સોના-હીરા જડિત ઘડિયાળ પહેરે છે હાર્દિક પંડ્યા, કિંમત સાંભળી ઊડી જશે હોશ

સોના-હીરા જડિત ઘડિયાળ પહેરે છે હાર્દિક પંડ્યા, કિંમત સાંભળી ઊડી જશે હોશ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે 27 બૉલમાં 48 રનની ધમાકેદાર ઇનિંગ રમી ચર્ચામાં છવાઇ ગયા છે, પરંતુ આજકાલ તેમના મોંઘા શોખ પણ બહુ ચર્ચામાં છે. હાર્દિકને લગ્ઝરી બ્રાન્ડ્સનો બહુ શોખ છે એ તો બધાં જાણે જ છે, તેની એક તસવીર સોશિયલ મીડિયામાં પણ બહુ વાયરલ છે.

એક લાખ રૂપિયાની લૂઈ વીટૉનની શર્ટ હોય કે પછી 85,000નાં વર્સાચેની સફેદ લેધરનાં મેડુસા સ્નીકર્સ, હાર્દિક તેની આકર્ષક ડ્રેસિંગના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. અત્યારે હાર્દિકની મોંઘી ઘડિયાળ ચર્ચામાં છે.

આ વખતની આઈપીએલ મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું. આઈપીએલની ટ્રોફી સાથેની હાર્દિક પંડ્યાની એક તસવીર સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ બની છે. જેમાં હાર્દિકના હાથ પર જે ઘડિયાળ છે તેનો ભાવ સાંભળી હોશ ઊડી જશે.

હાર્દિકે સફેદ સોના અને હિરાના સેટવાળી પાટેક ફિલિપ નૉટિલસ બ્રાન્ડની ઘડિયાળ પહેરી છે. જેની કિંમત ત્રણ કરોડ છે. હાર્દિક પહેલીવાર આટલી મોંઘી ઘડિયાળમાં દેખાયો હોય એવું પણ નથી. હાર્દિકને મોંઘી ઘડિયાળોનો શોખ છે. આ પહેલાં પણ તે ઘણીવાર મોંઘી ઘડિયાળમાં દેખાયો છે અને સોશિયલ મીડિયામાં છવાયો છે.

Related posts

TMCની સુંદર સાંસદ કઈ રીતે રાખે છે પોતાને ફિટ, જાણો તેના ફિટનેસનાં રાઝ…

Path Shah

ધોની ગમે તે ઘડીએ કરી શકે છે સંન્યાસની ઘોષણા, લટકી છે BCCIની તલવાર

Bansari

બેલી ફેટ ઓછો કરવા માટે મદદરૂપ સાબિત થશે આ 5 વસ્તુઓ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!