GSTV
Gujarat Government Advertisement

ગૃહિણીઓના બજેટ પર પડશે વધુ માર, પહેલાં શાકભાજી અને હવે આ કઠોળની કિંમતમાં થશે 100 ટકાનો વધારો

Last Updated on January 11, 2020 by Ankita Trada

છેલ્લા દિવસોમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ધરખમ વધારાએ લોકોને રડાવી દીધા હતા, ત્યાં સુધી કેસ લોકને ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ હતી. ત્યારે હવે આ વચ્ચે સરકારના એક નિર્ણયથી લીલા વટાણીના ભાવ પણ તમારા ઘરેલુ બજેટ પર અસર કરી શકે છે.

ખરેખર સપ્ટેમ્બર 2019માંસરકારે વટાણાની આયાતને સીમિત કરી દીધી છે. જે ઘરેલુ ઉત્પાદનની માગને પૂર્ણ કરવા માટે પૂરતું નથી. તેથી શંકા છે કે, આગામી દિવસોમં લીલા વટાણાના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

સરકારે શું કામ લીધો નિર્ણય ?

વર્ષના અંતે 18 ડિસેમ્બરે વિદેશ વ્યાપાર મહાનિદેશાલયે વટાણા 200 રૂપીયા પ્રતિ કિલો ન્યૂનતમ આયાત કિંમત નક્કી કરી છે. વટાણાની સાથે જ પીળા વટાણા, લીલા વટાણા, દાણા વટાણા અને કસપ વટાણાને માત્ર કોલકતા પોર્ટ પરથી જ આયાતની મંજૂરી મળી છે. સાથેજ સરકારે માત્ર 1.50 લાખ ટન વટાણાની જ આયાત કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, કઠોળની કુલ આયાતમાં વટાણાનો સૌથી મોટો ફાળો હોય છે. જેમાં વટાણા સૌથી વધુ કેનેડાથી આયાત થાય છે.

ભારતીય કઠોળ અને અનાજ સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રદિપ ઘોરાડેએ જણાવ્યું કે, ભારતમાં 30 લાખ ટન વટાણાનો વપરાશ થાય છે. જેમાં સ્થાનિક સ્તર પર માત્ર 5 લાખ ટનનું જ ઉત્પાદન થાય છે, જેથી ઘટતા વટાણાની આયાત કરવી પડે છે.

જેમાં 5 લાખ ટન પીળા વટાણા અને 2.5 લાખ ટન લીલા વટાણાની આયાત સામેલ છે, ત્યારે હવે આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. IPGA ના જણાવ્યા પ્રમાણે, વટાણા પર લગાવવામાં આવેલા નિયંત્રણો પછી આયાત કરવાનું શક્ય નથી. સરકારે જે વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે જેનું સ્થાનિક ઉત્પાદન ઓછું છે. તેથી તેમણે આ વાત પર પુનઃવિચાર કરવો જોઈએ. આ સ્થિતિમાં ભાવમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે.

હેતુ શું છે?

ઘરેલું ઉત્પાદન પૂરતું ન હોવા છતાં આયાત પર પ્રતિબંધની જરૂર કેમ પડી? આ પ્રશ્ન પર સરકાર દલીલ કરે છે કે, ઘરેલું ઉત્પાદનને સુરક્ષિત કરવું જરૂરી છે. સાથે જ દાળ, ચણા દાળ માટે પણ વધુ સારા ભાવની ખાતરી આપવામાં આવશે. પૂરતા વરસાદને કારણે આ વખતે ચણાનો પાક ખૂબ સારો રહેવાની ધારણા છે. આ સ્થિતિમાં ચણાના ખેડુતોને તેમની પેદાશના વ્યાજબી ભાવ મળવાની અપેક્ષા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!