સુઝુકી મોટરસાઈકલ્સ ઈન્ડિયા દ્વારા BS6 સ્કૂટર Suzuki Access 125 ની કિંમતમાં વધારો કરવામા આવ્યો છે. Access 125 ના તમામ વેરિયન્ટ્સની કિંમતમાં 186 રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે. જે પછી Access 125 ડ્રમ બ્રેક અલૉય વ્હીલ વેરિયન્ટની કિંમત 74,086 રૂપિયા, ડિસ્ક બ્રેક વેરિયન્ટ 73,826 રૂપિયા અને સ્પેશિયલ એડિશન ડિસ્ક બ્રેક વેરિયન્ટ 74,986ની કિંમત થઈ ગઈ છે. તમામ કિંમતો એક્સ-શોરુમ દિલ્હી છે. ઉલ્લેખનીય છે કે, તમામ વેરિયન્ટ્સમાં સીબીએસ અને કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ મળે છે.
Access 125ના ફિચર્સ…
આ સ્કૂટરમાં ઈકો આસિસ્ટ, એક્સટર્નલ ફ્યૂલ ફિલિંગ કેપ અને નવા એલઈડી હેડલેમ્પ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કૂટરની હરીફાઈ હોન્ડા એક્ટિવા 125 થી છે. Access 125માં નવું 125 સીસીનું BS6 એન્જિન આપવામા આવ્યું છે. જે 8.7 PS નો પાવર અને 10 Nm નો ટોર્ક આપે છે, જે જુના વર્ઝનની સરખામણીએ 0.2 Nm વધારે છે.
આ સ્કૂટરમાં હવે ફ્યૂઅલ ઈન્જેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છ. આ સ્કૂટમાં USB ચાર્જીંગ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. સ્કૂટરની લંબાઈ 1,870 mm, પહોળાઈ 690 mm અને ઉંચાઈ 1160 mm છે. આ ઉપરાંત સ્કૂટરમાં કંપનીએ 1265 mmનો વ્હીસબેસ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બ્લૂટૂથ અને ડ્રમ બ્રેક સાથેના સુઝુકી એક્સેસ 125 સ્કૂટરની કિંમત 77,700 છે. જ્યારે બ્લૂટૂથ અને ડિસ્ક બ્રેકવાળા વેરિએન્ટની કિંમત 78,600 (એક્સ શોરુમ, દિલ્હી) છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી