GSTV

ભારતના સૌ પ્રથમ 5G સ્માર્ટફોનની કિંમતનો થયો ખુલાસો, 24 ફેબ્રુઆરીએ થશે લોન્ચ

ભારતમાં સૌ પ્રથમ 5G સ્માર્ટફોન આગામી 24 ફેબ્રુઆરી 2020ના રોજ ચાઈનીઝ ટેક કંપની રીયલમી લેન્ચ કરવા જઈ રહી છે, પરંતુ સમાચાર મળ્યા છે કે, લોન્ચિંગ પહેલા જ આ સ્માર્ટફોનની કિંમત વિશે જાણકારી સામે આવી ગઈ છે. કંપનીએ ભારતમાં Realme X50 Pro 5G સ્માર્ટફોનને લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિરકેશન્સના સમાચાર પણ સામે આવી ગયા છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરાનુ સેટઅપ પણ આપ્યુ છે.

આટલી હશે કિંમત

સમાચારોના જણાવ્યા પ્રમાણે કંપનીએ આ સ્માર્ટફોનને લઈને કહ્યુ છે કે, આ ફોનની કિંમત 50 હજાર રૂપિયાની આસપાસ રહેશે. કંપની આ સ્માર્ટફોનને તે જ દિવસે સ્પેનમાં પણ લોન્ચ કરશે. જો કે, કંપની પહેલા આ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ હતુ, પરંત ચીનમાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસના કારણે લોન્ચિંગને રદ કરી દેવામાં આી છે. ભારતમાં આ સ્માર્ટફોન દિલ્હીમાં લોન્ચ કરવામાં આવશે.

આ હશે ફીચર્સ

ફ્લૈગશિપ સ્માર્ટફઓન રીયલમી એક્સ50 પ્રો 5Gના નવા ટીઝરમાં કંપનીએ કેટલાક ફીચર્સ વિશે જણાવ્યુ છે. આ સ્માર્ટફોનમાં 20X હાઈબ્રિડ જૂમ સપોર્ટ, રીયલમીના સેટ સ્મૂથ જૂમ ટેકનોલોજી, ફોટો અને વીડિયો મોડમાં સ્વિચિંગ જેવા ફીચર્સનો પણ સમાવેશ છે. જો કે, કેમરાને લઈને હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાણકારી સામે આવી નથી. અંદાજ છએ કે, કંપની આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ ટેલીફોટો લેન્સનો વપરાશ કરી શકે છે.

સ્ક્રીન

ગિજમો ચાઈનાના સમાચાર પ્રમાણે, આ સ્માર્ટફોનમાં Super AMOLED સ્ક્રીન હશે. આ સ્માર્ટફોનમાં Full HD+ ડિસ્પ્લે હશે. જેની સ્ક્રીન રિજોલ્યૂશન 2400 * 1080 Poxels હશે. રીયલમી એક્સ 50 પ્રો 5G માં લેટેસ્ટ Qualcomm Snapdragon 865 SoC પ્રોસેસર લાગેલુ હશે. સાથે જ તેમાં Snapdragon X55 5G મોડમ લાગેલુ હશે. જણાવવામાં આવી રહ્યુ છે કે, આ સ્માર્ટફોનમાં 12 GB રેમ અને 256 GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજની ક્ષમતા હશે. જેમાં તમે 20 ગણો કેમેરાને ઝૂમ કરી શકો છો. કંપનીએ ટ્વિટર પર આ લોન્ચ ઈવેન્ટને લઈને એક ટીઝર પોસ્ટ કરવામાં આવ્યુ છે. આ લોન્ચ ઈવેન્ટ 24 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગીને 30 મિનિટ શરૂ થશે.

ફાસ્ટ ચાર્જિંગ

આ સ્માર્ટફોનમાં પાસ્ટ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી છે. જેમાં 65W SuperDart ચાર્જિંગ ટેકનોલોજી હાજર છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ SuperVOOC 2.0 charging tec પર આધારિત હશે. જો કે, કિંમતને લઈને હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાક જાણકારી સામે આવી નથી.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!