GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો, અમદાવાદમાં ૧૨ ડિગ્રીની તાપમાન

રાજ્યભરમાં શિયાળો બરાબર જામી રહ્યો છે અને ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ. અમદાવાદમાં સામાન્ય કરતા વધુ તીવ્ર ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવનના કારણે પણ ઠંડીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. નલિયા, ડીસા અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.

આગામી ચાર દિવસ અમદાવાદમાં ૧૨ ડિગ્રીની આસપાસ ઠંડી રહેશે. હવામાન વિભાગના મતે, ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાનો પવન હાલમાં છે અને જેના લીધે ઠંડીમાં વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહેશે. હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ૨.૪ ડિગ્રી નોંધાયો હતો અને આગામી ૩ દિવસમાં ૧ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાઇ શકે છે. વધતી ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો બીજીતરફ, લોકો ચાની ચુસ્કી લગાવતા નજરે પડી રહ્યા છે.

શિયાળો જામી રહ્યો છે ત્યારે વસાણા, ગુંદર પાક ખાઈને પણ લોકો શરીરની ખાસ કાળજી રાખી રહ્યા છે. તો શિયાળાની શરૂઆત સાથે જ લોકો સ્વાસ્થ્યને લઈને સજાગ બન્યા છે. ઘર પાસે આવેલા મેદાન, બગીચામાં પહોંચીને વ્યાયામ, સૂર્ય નમસ્કાર અને મોર્નિંગ વોક કરતા જોવા મળે છે.

Related posts

અન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓને હોસ્પિટલમાંથી લાગે છે Coronaનો ચેપ, પરિવારનો છે આ આક્ષેપ

Arohi

તંત્રનો મહત્વનો નિર્ણય, શહેરનાં માર્ગ પર આવતીકાલથી દોડશે AMTSની બસો

pratik shah

ગાંધીનગર મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, સેક્ટર-9,28,29નાં કેટલાક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!