GSTV

લૂંટફાટ અટકાવો તમારા કરતાં મહિલા પોલીસની કામગીરીવધુ સારી

અમદાવાદમાં ધોળા દિવસે લૂંટ, હત્યા, અપહરણ સહિતના ગંભીર પ્રકારના ગુના વધી રહ્યા છે. જેથી પોલીસની નબળી  ગામગીરીની સેકટર ૧ જોઈન્ટ પોલીસ કમિશનરે ગંભીર નોઁધી લીધી હતી અને પશ્ચિમ વિસ્તારના ૨૪ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તથા પોલીસ સાથે પ્રથમ વખત  ક્રાઇન્કોન્ફરન્સ રાખી હતી અને  લૂંટ ફાટ અટકાવવાની કામગીરી કરતા પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ તથા હોક સ્ક્વોર્ડ સહિતની પોલીસની કામગીરીની સમીક્ષા કરીને પોલીસનો  ઉધડો લીધો હતો અને ગુનાખોરી ડામવા માટે ચેતવણી  આપી હતી એટલું જ નહી તાજેતરમાં મહિલા પોલીસે રોમિયોને  રંગે હાથ ઝડપી પાડયા હોવાથી તેમણે કહ્યું કે તમારા કરતાં મહિલા પોલીસ વધુ સારી કામગીરી કરી રહી છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટીઝન મહિલાઓને પોલીસનો ડર બતાવીને દાગીના લૂંટી લેવાના તથા સોનાના દોરા તોડવાના અને ધોળા દિવસે મારમારીને લૂંટ, અપહરણ સહિતના ગંભીર પ્રકારના ગુના વધી રહ્યા છે. જેને લઇ અમદાવાદના સોલા, નારણપુરા, નવંરેગપુરા, વસ્ત્રાપુર સહિત ૨૪ પોલીસ સ્ટેશનના  ઉચ્ચ અધિકારીઓ અને પીઆઇ પીએસઆઇ સહિત સ્ટાફ સાથે બેઠક યોજી હતી અને છેલ્લા બે મહિનામાં બનેલી ગંભીર પ્રકારના બનાવો જેવા પોલીસનો ડર બતાવીને મહિલાઓના દાગીના લૂંટી લેવાના સિનિયર સીટીઝનની ચેઇન તોડી લેવાના તથા રિક્ષામાં પેસેન્જર બેસાડીને દાગીના પડાવી લેવાના ઉપરાંત મિકલત સબંધી ગુનાની સમીક્ષા કરી હતી.

જે ગંભીર  પ્રકારના ગુના ઉકેલવામાં પાલીસની નિષ્ફતાની ટીકા કરી હતી અને સાથે સાથે મહિલા સ્ક્વોર્ડ દ્વારા તાજેતરમાં બસમાં તથા જાહેર સ્થળોએ રોમિયોેને પકડવાની કામગીરી સાથે સરખામણી કરીહતી. જેમાં મહિલા પોલીસ વધુ સારી કામગીરી કરી હોવાનું કહીને પોલીસને ગુના ખોરી ડામવા માટે સલાહ આપી હતી. બે મહિના પહેલા માધુપુરામાં પીએસઆઇ તેમની પત્નીને એક્ટિવા પર બેસાડીને જતા હતા ત્યારે તેમની પત્નીનો દોરો તોડીને આરોપીઓ નાસી ગયા હતા આમ પોલીસની નિષ્કિયતા કારણે ગુનેગારો  બેફામ બની રહ્યા છે. જેથી પોલીસને આવી ગુનાખોરી  જામવા માટેની સલાહ આપી હતી.

Read Also

Related posts

ગીરના બાળ માલધારીની અદભૂત ગાયકીનો વીડિયો વાયરલ, ગાયો અને ભેંસો ચરાવતી વખતે બોલાવી દુહા છંદની રમઝટ

Nilesh Jethva

ભાજપના માજી મંત્રીના વાઇરલ વિડિયો અંગે આદિવાસી સમાજમાં રોષ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાનની શરૂઆત, વરસાદનું વહી જતુ પાણી રોકી ભૂગર્ભમાં ઉતારવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!