GSTV

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Last Updated on September 18, 2021 by Zainul Ansari

હાલ શુક્રવારના રોજ રસીકરણ મહાઅભિયાનના દિવસે બરવાણી નામના ગ્રામ્ય વિસ્તારમાં એક ખુબ જ વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું હતું. પૂજા સ્ટેટ કોલોનીમાં વસવાટ કરતા વાહીદ ખાને હાલ એવો આક્ષેપ લગાવ્યો હતો કે, રસીકરણ માટે અધિકારીઓની ટીમે તેમના ઘરે આવીને તેમના પર દબાણ કર્યુ હતુ.

તેમના જણાવ્યા મુજબ એસડીએમ, સીએમઓ સહિતની રસીકરણ ટીમ શુક્રવારના રોજ સવારના સમયે અમારા ઘરે પહોંચી હતી. આ ટીમે અમારી પાસેથી રસીકરણ બાબતે માહિતી લીધી. આ માહિતી આપતા સમયે તેમણે જણાવ્યું કે, અમારી એલર્જીની હાલ સારવાર ચાલી રહી છે, જેના કારણે અમે હજુ સુધી રસી લીધી નથી.

રસી

આ વાત જણાવવા છતાં પણ તેમણે તે જ સમયે અમારા પર રસી લેવા માટે દબાણ કર્યું. અમે તેમને સમય પણ આપ્યો કે, અમારી સારવાર હાલ થોડા જ દિવસોમાં પૂરી થઇ જશે એટલે અમે ૨૮ મી ના રોજ વેક્સીન લઇ લેશું તો પણ અમારી એકપણ વાત ના સાંભળીને અમને હાલ જ વેક્સીન લેવા માટે દબાણ કર્યું.

અમે તેમને ઘણી વિનંતી કરી કે, અમારી સારવાર ચાલી રહી છે, અમને થોડો સમય આપો. અમે ચોક્ક્સપણે વેક્સીન લઇ લેશું. ત્યારે આ ટીમના એક અધિકારીએ કહ્યું કે , તમે અમારી વિરુદ્ધ જઈ રહ્યા છો અને તેમણે નગરપાલિકા અને વીજળી બોર્ડના કર્મચારીને બોલાવી તેમના ઘરનું નળ અને વીજળી કનેક્શન કાપી નાખ્યું અને અમારા રેશનકાર્ડ પણ લઇ લીધા.

રસી

બરવાણીના એસડીએમ ઘનશ્યામ ધંગરે જણાવ્યું હતું કે, લોકોને રસીકરણ માટે વિનંતી કરવામાં આવી રહી છે અને પીળા ચોખા પણ આપવામાં આવી રહ્યા છે અને તે કાર્યની તેમને ખૂબ જ સકારાત્મક અસર પણ જોવા મળી રહી છે અને લોકો તેમાં મોટાપાયે ભાગ પણ લઈ રહ્યા છે.

આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને જો અમારા અધિકારીઓએ આવું કોઈ ગેરવર્તન કર્યું હશે તો તેમની સામે યોગ્ય પગલાં પણ લેવાશે. મીડિયાના હસ્તક્ષેપ પછી તેમના ઘરના નળ અને વીજ કનેક્શન પાછા જોડવામાં આવ્યા હતા. આ ઘટનાએ લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કરી દીધા છે.

Read Also

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!