GSTV
Home » News » પાણી પર પોલિટિક્સ : ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો આમને-સામને, રૂપાણી એ બતાવ્યું ‘પાણી’

પાણી પર પોલિટિક્સ : ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો આમને-સામને, રૂપાણી એ બતાવ્યું ‘પાણી’

મધ્યપ્રદેશ સરકારના પાણી મુદ્દે અપાયેલા જવાબ મામલે વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી પ્રતિ ઉત્તર આપ્યો હતો. તેમણે કહ્યું કે, વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ પ્રકારના નિવેદનો એ તેમની માનસિકતા છતી કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કારમા હારના પરિણામો તેઓ પચાવી શકતા ન હોય તેવું લાગી રહ્યું છે.

તેમણે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અગાઉ પણ નર્મદા યોજના ગુજરાત પુરી ન કરે એ માટે પણ કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા હતા. આ કારણે લોકો સાથેનું અહીત કરવાની વૃતિ પણ છતી થાય છે.

તેમણે મધ્યપ્રદેશની સરકારને રાજકારણ ન રમવા બાબતે કહ્યું હતું કે, મહેરબાની કરીને નર્મદાના પ્રશ્ને કોઈ રાજકારણ ન રમે, તેમાં જનતાનું હિત નથી હોતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશની સરકારે આપેલા નિવેદનોમાં માહિતીનો સંપૂર્ણ અભાવ છે અને બાલિશ નિવેદનો છે. 1979ના ચૂકાદાની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ રાજ્યને આ કાનૂનમાં ફેરફાર કરવાનો અધિકાર નથી.

મધ્યપ્રદેશની સરકારે કહ્યું હતું કે વિજળીનું ઉત્પાદન કરતા નથી. જેના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલું વિજ ઉત્પાદન થાય છે તેના આંકડા આપી મધ્યપ્રદેશ સરકારના નિવેદનોને પોકળ સાબિત કર્યા હતા.

તેમણે અન્ય રાજ્યોનો ઉલ્લેખ કરી ભૂતકાળની સ્થિતિ વિશે કહ્યું હતું કે, 40 વર્ષથી ચારે રાજ્યોના સહકારથી કામ કરી રહ્યા છે. કોંગ્રેસની મધ્યપ્રદેશની સરકાર માત્ર અને માત્ર આ રાજકીય રીતે કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ આનો જવાબ આપવો જોઈએ. જ્યારે ચારે તરફ વરસાદ ખેંચાયેલો હોય અને વરસાદ ન હોય ત્યારે ખંધુ રાજકારણ રમવું ન જોઈએ.

શું કહ્યું કમલનાથે?

નર્મદા ડેમના પાણી મામલે શરૂ થયેલા વિવાદ બાદ એમપીના સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપી.. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ડેમના પાણી માટે જે કરાર કરવામાં આવ્યો તે મુજબ ગુજરાતને પાણી આપવામાં આવશે. કરાર સિવાયનું પાણી કોઈને પણ આપવામાં નહીં આવે. કમલનાથની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે એમપી સરકારના પ્રધાને જણાવ્યુ હતુ કે, નર્મદાનું પાણી ગુજરાતને આપવામાં નહીં આવે.. જે બાદ રાજ્યમાં ઘમાસાણ શરૂ થયુ છે.

Read Also

Related posts

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!