છોટાઉદેપુરમાં તુવેર મામલે જિલ્લા કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ, ખોલાવ્યાં ગોડાઉનના તાળા

છોટાઉદેપુરમાં બોડેલીની એપીએમસીમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેર મામલે જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અને 12 પૈકી ફક્ત 1 જ ગોડાઉનમાં મહદઅંશે સડેલી તુવેળ હોવાનો દાવો કર્યો હતો. કલેક્ટરે તપાસ કમિટીના કૃષિ વૈજ્ઞાનિક, ખેતીવાડી અધિકારી અને SDMને સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બોડેલી એપીએમસીના 8 અને વેરહાઉસના 4 ગોડાઉનમાં ગત 2 વર્ષો દરમ્યાન ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી તુવેર રાખવામાં આવી હતી. જે તુવેર સડી જતા જિલ્લા કલેક્ટરે ગોડાઉનના તાળા ખોલાવી સેમ્પલ લીધા હતા. તેમજ તપાસ માટે ડેપ્યુટી કલેક્ટર તેમજ અન્ય બે અધિકારીઓની કમિટી પણ બનાવી હતી. તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં સોંપવા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter