GSTV

વડોદરા દુષ્કર્મ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી આ માહિતી

વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યુ હતુ કે આરોપીઓનુ ગઈકાલે મેડિકલ ટેસ્ટ કરાયુ હતુ. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોનની રિકવરી કરાઈ છે. પીડિતાના મિત્રની ડીઓની ચાવી પણ રિકવર કરવામા આવી છે. રિમાન્ડ માટે આરોપીઓને કોર્ટમાં લઇ જવાશે. 14 દિવસના રિમાન્ડની માંગ કરીને જગ્યા પર જઈ પંચનામુ કરાશે. પૂરતા પુરાવા સાથે વહેલી તકે ચાર્જશીટ થાય તેવા પ્રયત્નો પોલીસ કરશે. આરોપી બનાવ પછી ક્યાં ગયા હતા તેની પણ તપાસ કરવામાં આવશે.

આરોપીઓએ પીડિતાના આંતરવસ્ત્રો લઈ લીધા હતા. પોલીસ કમિશનરે ખુલાસો કર્યો હતો કે ફુગ્ગા વેચવા માટે નવલખીના જંગલના રસ્તાનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી ઉપયોગ કરતા હતા. પોલીસને રાત્રે 8.52 વાગે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. 7 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિતા સાથે અંદાજિત એક કલાક જેટલો સમય કાઢ્યો હતો. આ ઉપરાંત નવલખી મેદાનમાં 36 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઈટ લગાવવાની વાત કહી હતી. 2 માસમાં તમામ કામગીરી પૂર્ણ થશે.

READ ALSO

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!