GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

રાષ્ટ્રપતિ ચૂંટણી : સૌથી આગળ ચાલી રહ્યું છે સુમિત્રા મહાજનનું નામ

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નોટિફિકેશન જાહેર થયા બાદ હવે તમામ નજરો તેના પર મંડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોની સાથે મુલાકાત કરી રહ્યા છે. તેના પર નજરો મંડાયેલી છે. એવી અટકળો છે કે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર બને તેવી શક્યતા છે.

આમ તો સુમિત્રા મહાજન અને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂના નામ ઘણાં દિવસોથી ચર્ચામાં છે. જો કે બુધવારે આવેલા એક અહેવાલમાં સુમિત્રા મહાજનને એક સપ્તાહ માટે દિલ્હી નહીં છોડવાની વિનંતી કરવામાં આવી છે. બુધવારે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નોટિફિકેશનના જાહેર થયા બાદ ભારતના 14માં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17 જુલાઈએ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. લોકસભાના મહાસચિવ અને રિટર્નિંગ ઓફિસર અનૂપ મિશ્રાએ જાહેરનામું જાહેર કર્યું છે. આ ચૂંટણીમાં મતગણતરી 20 જુલાઈએ થશે. વોટિંગ સિક્રેટ બેલેટ પેપરથી કરવામાં આવશે. બેલેટ પેપર પર લખવા માટે ખાસ પ્રકારની પેનનો ઉપયોગ કરવામાં આવશે. જો આ પેન સિવાય અન્ય કોઈ પેનથી લખવામાં આવશે તો તે વોટ રદ્દ ગણાશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

 

Related posts

કોઈ પણ જગ્યાએથી કામ કરી શકશે આ બેંકના કર્મચારીઓ, હવે કામ કરવું થશે વધુ સરળ

Pravin Makwana

મોદીના પ્રધાનનું પવારને એનડીએમાં જોડાવા નિમંત્રણ, ઉદ્ધવ સરકાર ટકી જતાં ભાજપની ધીરજ ખૂટી

Harshad Patel

મોદી સરકારના મંત્રીએ આપ્યો આદેશ : નદીઓમાં પૂર ના આવે માટે પૂજા શરૂ કરો, થઈ ગયા ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!