GSTV

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

ખેડૂતો

Last Updated on December 1, 2021 by GSTV Web Desk

ત્રણેય કૃષિ કાયદાને રદ કરતા બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે એટલે સોમવારે લોકસભા અને રાજ્યસભાએ કૃષિ કાયદાને પરત લેવાતા બિલનં મંજૂરી આપી હતી. સોમવારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ત્રણ કૃષિ કાયદાને રદ કરવા સંબંધિત કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 લોકસભામાં રજૂ કર્યું હતું. તેના તરત પછી કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ બિલ પર ચર્ચા કરાવવાની માંગ કરી હતી. જોકે અધ્યક્ષે જણાવ્યું કે ગૃહમાં વ્યવસ્થા નથી. કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરીએ જણાવ્યું કે આજે ગૃહમાં નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. આ બિલને ચર્ચા અને પસાર કરવા માટે મૂકવાની વાત થઈ હતી, પરંતુ સરકાર શા માટે ચર્ચા કરવા માંગતી નથી?

લોકસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે ગૃહમાં વ્યવસ્થા નથી અને આવી સ્થિતિમાં ચર્ચા કેવી રીતે કરાવી શકાય છે? તમે (વિપક્ષી સભ્ય) વ્યવસ્થા બનાવો, ત્યારે ચર્ચા કરાવી શકાય છે. તેના પછી ગૃહમાં હોબાળા વચ્ચે ચર્ચા કર્યા વગર Farm laws repeal bill 2021 ને મંજૂરી આપી હતી. સોમવારે જ રાજ્યસભાએ પણ ચર્ચા વગર કૃષિ કાયદા રદબાતલને મંજૂરી આપી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રકાશ વર્વના અવસરે દેશના નામે સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. શુક્રવારે ગુરુપર્વ પર સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે ખેડૂતોને માહિતગાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ખેડૂતોનો એક વર્ગ જ કાયદાનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ તેમને શિક્ષિત અને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો. અમે ખેડૂતોને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો. અમે કાયદામાં સુધારો કરવા, અહીં સુધી કે તેને સસ્પેન્ડ કરવા પણ તૈયાર હતા. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી. આ સમય કોઈને દોષ આપવાનો નથી. હું દરેકને કહેવા માંગુ છું કે અમે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે. અમે કૃષિ કાયદાને રદ કરી રહ્યા છીએ.

Read Also

Related posts

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!