GSTV
Home » News » આતંક પર ભારતના સ્ટેન્ડના સમર્થનમાં આવ્યું આઈસલેન્ડ, રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે માન્યો આભાર

આતંક પર ભારતના સ્ટેન્ડના સમર્થનમાં આવ્યું આઈસલેન્ડ, રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે માન્યો આભાર

ભારત તરફથી આંતકવાદના મુદ્દે પર હાલ ચાલી રહેલી સખ્ત કાર્યવાહીને આઈસલેન્ડનું પણ સમર્થન મળ્યું છે. જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં CRPF કાફલા પર થયેલા આતંકી હુમલા પછી ભારત તરફથી ઉઠાવવામાં આવેલા સખ્ત પગલાનું આઈસલેન્ડે કર્યું સમર્થન અને જણાવ્યું કે આંતકવાદ વિરુદ્ધ વૈકશ્વિક લડતમાં સાથ આપવાનો વાયદો પણ કર્યો હતો.

મંગળવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને આઇસલેન્ડના રાષ્ટ્રપતિ ગુઓની જોનેસને દ્વિપક્ષીય વાટાઘાટોમાં આતંકવાદને માનવતા માટે જોખમ ગણાવીને આતંકવાદ સામે લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બન્ને રાષ્ટ્રપતિઓ વચ્ચે થયેલા સંવાદમાં તે પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતને સતત મત્સ્યપાલન કરવા માટે આઈસલેન્ડ પોતાની તકનીકો દ્રારા મદદ કરશે. આ સિવાય બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ અને એક બીજાનાં નાગરિકોને વીઝા સહીત અન્યમાં છૂટ આપવાની વાત પર પણ MOUનાં હસ્તક્ષાર કરવામાં આવ્યા હતા.

દ્વિપક્ષીય વાતચીત બાદ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે બંને પક્ષો તેમની વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઉત્સુક છે અને તેને નવી ગતિ આપવા માટેના માર્ગો પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું, ભારત સતત મત્સ્યઉદ્યોગ, દરિયાઇ અર્થવ્યવસ્થા, શિપિંગ, હરિત પ્રગતિ, ઉર્જા, બાંધકામ અને કૃષિ ક્ષેત્રમાં આઇસલેન્ડની ક્ષમતાઓનો લાભ લેવા માંગે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બદલામાં ભારતીય ફાર્માસ્યુટિકલ, આઈટી, બાયોટેકનોલોજી, ઓટોમોબાઈલ અને નવીનતા કંપનીઓ આઇસલેન્ડના ઉદ્યોગકારો સાથે જોડાણ કરશે.

READ ALSO

Related posts

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

દિગ્ગી રાજાનાં બોલ બગડ્યા: ભગવા વસ્ત્રો પહેરતા લોકો વિશે આપ્યું વિવાદીત નિવેદન

Riyaz Parmar

જન્મદિવસ પર માતા હિરાબાને મળ્યા પ્રધાનમંત્રી મોદી, કાંસાની થાળીમાં માતા સાથે લીધું ભોજન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!