GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

રાષ્ટ્રપતિ આ ‘ત્રણ શબ્દ’બોલતા જ સંસદ ગુંજી ઉઠી, 2 મિનીટ સુધી પાટલી થપાથપાવતા રહ્યા સાંસદો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદનાં બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન કર્યુ હતું. પોતાનાં અભિભાષણમાં રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદીની જેમ જ ન્યુ ઇન્ડિયાની પરિકલ્પનાને સાકાર કરવાનાં વિચારો રજુ કર્યા હતાં. તેમણે પહેલી મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા વર્તમાન મોદી સરકારનાં ભવિષ્યનાં આયામો વિશે છણાવટ કરી હતી.

આ બાબતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક કલાકનું અભિભાષણ આપ્યું હતું. એક કલાકનાં પોતાનાં અભિભાષણમાં સત્તા પક્ષ ભાજપનાં સાંસદોએ અનેક વખત પાટલી થપથપાવીને પોતાની સરકારનાં કાર્યોની સરાહના કરી હતી. પરંતુ રાષ્ટ્રપ્રમુખ કોવિંદનાં અભિભાષણ દરમિયાન બે શબ્દો એવા આવ્યા કે સાંસદો પાટલી થપથપાવવાનું રોકી ન શક્યા. સતત પાટલી થપથપાવતા જ રહ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિ બોલવા માગતા હતાં, પરંતુ પાટલીની થપથપાવવાનો અવાજ એટલો ઉંચો હતો કે રાષ્ટ્રપતિ મહોદયે શાંત રહેવું પડ્યું.

મેજ થપાથપાવાનાં અવાજ વચ્ચે રાષ્ટ્રપતિએ બે વખત બોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે સાંસદોને તેમનો ઉત્સાહ બતાવવાની તક આપી. ત્યારબાદ તેમણે પોતાનું ભાષણ આગળ વધારવું પડ્યું.

આ ત્રણ શબ્દોમાં પહેલો શબ્દ હતો…મસૂદ અઝહર. રાષ્ટ્રપતિએ પોતાનાં અભિભાષણ દરમિયાન આતંકી મસૂદ અઝહર પર તાજેતરમાં કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. મહામહિમ મહોદયે જણાંવ્યું કે,આજે આતંકવાદનાં મુદ્દે સમગ્ર દુનિયા ભારતની પડખે ઉભું છે. દેશમાં મોટા આતંકી હુમલા માટે જવાબદાર મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઇન્ટરનેશનલ ટેરરીસ્ટ જાહેર કર્યો આ વાત જ તેની સાબિતી બતાવે છે.ત્યારબાદ સંસદનો સેન્ટ્રલ હોલ પાટલીનાં થપથપાવવાનાં અવાજથી ગુંજી ઉઠ્યો હતો.

આ જ ક્રમમાં બીજો અને ત્રીજો શબ્દ છે….સર્જીકલ સ્ટ્રાઇક અને એયર સ્ટ્રાઇક. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાંવ્યું કે, સીમા પર આતંકીવાદી અડ્ડાઓ પર પહેલા સર્જીકલ સ્ટ્રાઇક અને પછી પુલવામાં હુમલા બાદ એયર સ્ટ્રાિક કરીને ભારતે પોતાનાં ઇરાદા અને ક્ષમતાઓ વિશે જણાવી દીધું છે. ભવિષ્યમાં પણ પોતાની આત્મરક્ષા માટે દરેક શક્ય પગલા ભરવામાં આવશે. ત્યારબાદ સતત એક મિનીટ સુધી સાંસદો પાટલી થપથપાવતા રહ્યાં. જે બંધ થવાનું નામ નહોતી લેતી.

READ ALSO

Related posts

જાણો કોણ છે એ ચીની સંરક્ષણ પ્રધાન જે ભારતની સરહદ પર કરે રાખે છે ઉંબાળિયા, હવે નીચી મૂંડીએ કરવી પડી પીછેહટ

Dilip Patel

રાજ્યમાં મેઘો મહેરબાન : ઓઝત-2 અને વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, માણેકપુર ગામ બન્યું સંપર્ક વિહોણુ, કચ્છ-પોરબંદર અને જામ ખંભાળીયામાં NDRF તૈનાત

Nilesh Jethva

મહારાષ્ટ્રમાં જલ્દી ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, આ કડક શરતો સાથે સરકાર આપશે મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!