હાલના સમયમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ચુક્યું છે. અનેક જરૂરી સુવિધાઓ માટે કમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે પરંતુ તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો બેન્ક એકાઉન્ટ ખોલાવવા અથવા સિમ કાર્ડ લેવામાં તકલીફ થાય છે. પરંતુ હવે તમને આ બાબતે મોટી રાહત મળી છે.
હકીકતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોબાઇલ સિમ કાર્ડ લેવા તથા બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં ઓળખપત્ર તરીકે આધારને સ્વૈચ્છિક ઉપયોગને માન્યતા આપવાના અધિનિયમને મંજૂરી આપી દીધી છે.
આ મંજૂરી આપ્યા બાદ તે સુનિશ્વિત થઇ ગયું છે કે બેન્ક એકાઉન્ટ ખોલાવું હોય કે મોબાઇલ ફોનનું સિમ કાર્ડ લેવું હોય, આધાર કાર્ડ આપવાની જરૂર નથી. સરળ ભાષામાં કહીએ તો તમે આધાર કાર્ડ વિના પણ અન્ય આઇડી પ્રૂફનો ઉપયોગ કરીને સિમ કાર્ડ લઇ શકો છો અને બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી શકો છો.
તેવામાં એક અન્ય જોગવાઇ હેઠળ હવે સગીર આધાર ધારક 18 વર્ષની ઉંમર પૂરી કરવા પર પોતાના આધાર નંબરને રદ્દ કરાવી શકે છે. આધાર સાથે સંબંધિત જોગવાઇનું ઉલ્લંઘન કરનાર એકમો પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઇ છે. તેનું પાલન ન કરવાની સ્થિતીમાં દરરોજ 10 લાખ રૂપિયા વધારાના દંડની જોગવાઇ છે.
આધારના ગેરકાયદેસર ઉપયોગની સ્થિતિમાં ત્રણ વર્ષ સુધીની કેદ અને 10 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. જો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરનાર એકમ કોઇ કંપની હશે તો દંડ 1 લાખ રૂપિયા સુધી હોઇ શકે છે.
શા માટે લાવવો પડ્યો આ અધિનિયમ
હકીકતમાં આધાર સાથે સંબંધિત બિલ લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં પસાર થઇ શક્યુ નહી. આ જ કારણ છે કે સરકારે આ અધિનિયમ લાવવો પડ્યો. આ અધિનિયમને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઇ છે.
Read Also
- એપ્સ અપડેટની અવગણના કરનારા સાવધાન થઈ જાઓ / બેદરકારી જીવલેણ બની શકે છે, થઈ શકે છે મોટું નુકસાન
- ન્યુઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં વરસાદે તબાહી મચાવી, 2 લોકોના મોત
- વિચિત્ર અકસ્માત / વલસાડમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત અને 8 ઘાયલ, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી
- મહેબૂબા મુફ્તી રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાયા, ખડગેએ સુરક્ષાને લઈને અમિત શાહને લખ્યો પત્ર
- પશ્ચિમ બંગાળના રાજ્યપાલને દિલ્હી કેમ બોલાવવામાં આવ્યા? ભાજપને પસંદ ન આવી મમતા સાથેની નિકટતા