GSTV
Home » News » ત્રણ તલાકના વટહુકમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી, સરકારે 6 મહિનામાં પાસ કરવું પડશે બિલ

ત્રણ તલાકના વટહુકમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી, સરકારે 6 મહિનામાં પાસ કરવું પડશે બિલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ તલાકના વટહુકમને મંજૂરી આપી છે. બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા.  રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તાક્ષર બાદ  સરકારને ત્રણ તાલક બિલને 6 મહિનામાં પાસ કરાવવાનું રહેશે.

સરકારે લોકસભાની ચૂંટણી પહેલા બુધવારે છેલ્લા બે સત્રથી રાજ્યસભામાં અટવાયેલા ત્રણ તલાક બિલના વટહુકમને મંજૂરી આપી છે. મોદી સરકાર ત્રણ તલાક બિલ મામલે આક્રમક રહી છે. સંસદમા બિલ રજૂ કરવામાં આવ્યા બાદ બિલનો વિરોધ કરવામાં આવતા બિલમાં સુધારો કરવામાં  આવ્યો છે.

બિલમાં કરવામાં આ વેલા સંશોધન બાદ પણ રાજ્યસભામાં બિલ અટવાયેલુ છે. લોકસભામાં બિલને પહેલાથી મંજૂરી મળી છે. બિલને બજેટ અને ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. વિપક્ષી પાર્ટીના વિરોધના કારણે રાજ્યસભામા બિલ પાસ થયું નથી. ભાજપે બિલને કોંગ્રેસ દ્વારા અટકાવવામાં આવ્યુ હોવાનો આરોપ લગાવ્યો છે.

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!