GSTV

રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને અમેરિકા સાથેની રશિયાની ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ પાંચ વર્ષ માટે વધારી દીધી છે. આ સમજૂતીની મુદત આવતા સપ્તાહે પૂરી થવાની હતી. એ પહેલાં પુતીને આ સંધિ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાની ઔપચારિક જાહેરાત કરી હતી.

ન્યૂ સ્ટાર્ટ અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી એક સમજૂતી છે. આ સમજૂતી અણુ શસ્ત્રો પર નિયંત્રણ મૂકવાના અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો માટે મહત્ત્વની હતી. આ સંધિ પર 2010માં બંને દેશોએ સહી સિક્કા કર્યા હતા. આ સંધિ અન્વયે અમેરિકા અને રશિયા દ્વારા 1,550 પરમાણુ શસ્ત્રો તહેનાત કરવાની છૂટ બંને દેશોને હતી.

રશિયા

આજની તારીખમાં અમેરિકા અને રશિયા બંને એવા દેશો છે જેમની પાસે અઢળક પરમાણુ શસ્ત્રો છે.  જો કે આ બંને દેશો વિકાસશીલ અને ગરીબ દેશો શાંતિપૂર્ણ હેતુઓ માટે અણુશક્તિ વિકસાવે એનો સતત વિરોધ કરી રહ્યા હતા. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ જો બાઇડને પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી.

વ્હાઇટ હાઇસએ આ બાબતની જાણકારી આપી છે. વાતચીત દરમિયાન બાઇડનએ રશિયાના વિવિધ મુદ્દા જેવા કે અલેક્સી નવલનીની ધરપકડ, સાઇબર જાસુસીમા રશિયાનો સમાવેશ અને અફઘાનિસ્તાનમા અમેરિકાના સૈનિકોની હત્યા પર ઇનામ જાહેર કરવાની બાબતને લઇને ચિંતા વ્યક્ત કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ

pratik shah

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!