તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માતા અમૃતાનંદમયી મઠમાં યોજાયેલા સમારોહમાં ભાગ લેવા ગયા હતા, ત્યારે રાષ્ટ્રગીત ચાલતું હતું ત્યારે એકાએક આવેલા વરસાદમાં રાષ્ટ્રપતિ કોઈ પણ સંકોચ વગર છત્રી વિના રાષ્ટ્રગીત પૂરું થયું ત્યાં સુધી ઊભા રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ કોઈ જાતની ઉતાવળ કર્યા વિના માથે છત્રી રાખ્યા વગર રાષ્ટ્રગીત પૂરું થયું ત્યાં સુધી ઊભા રહ્યા હતા.
આ દરમિયાન એક અધિકારીએ તેમને છત્રી આપવાની વાત કરી હતી, પરંતુ તેમણે છત્રી લીધી ન હતી અને વરસતા વરસાદમાં ઊભા રહી રાષ્ટ્રગાન પૂરું થયું ત્યાં સુધી વરસાદ વચ્ચે પલળીને પણ રાષ્ટ્રગીતમાં જોડાયા હતા.
રાષ્ટ્રપતિ હાલ કેરળના પ્રવાસે છે ત્યારે તેમના પ્રવાસ દરમિયાન મઠમાં ચાલતા સમારોહ વખતે વરસાદ આવતાં વરસતા વરસાદ વચ્ચે છત્રી વિના ઊભા રહીને કોવિંદે રાષ્ટ્રગીત પૂરું કર્યું હતું અને આ રીતે રાષ્ટ્રગીતનું તેમણે સન્માન જાળવ્યું હતું.