બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનું કહેવું છે કે તેમણે યુક્રેનમાં રશિયાના વિશેષ સૈન્ય અભિયાનની વચ્ચે વોલોદિમીર જેલેંસ્કી અને તેમના પરિવારને બ્રિટનમાં શરણ આપવાની રજૂઆત કરી હતી.
જોનસને જણાવ્યું કે જેલેંસ્કી સાથે તેમની નિયમિત વાતચીત થાય છે અને તે ખૂબ સારા વ્યક્તિ છે, તે એક પ્રેરણા પણ સાબિત થયા છે. રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા 25 દિવસથી યુદ્ધ ચાલુ છે. ના રશિયન સેના પીછે હટવા તૈયાર છે અને ના યુક્રેન હાર માનવા રાજી છે. એવામાં આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે, એ કહેવું મુશ્કેલ લાગી રહ્યુ છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે.

રશિયન હુમલામાં યુક્રેન સમગ્ર રીતે તબાહ થઈ ચૂક્યું છે અને ત્યાં લાખો લોકો બેઘર થઈ ગયા છે. યુક્રેની લોકો બીજા દેશોમાં શરણ લેવા મજબૂર થઈ ગયા છે. ત્યાં બીજી તરફ યુદ્ધને ખતમ કરવાના પ્રયત્ન ચાલુ છે અને રશિયન પક્ષ તેમજ યુક્રેન પક્ષ બંને સમાધાન માટે વાતચીત કરી રહ્યા છે.

યુક્રેનના પ્રમુખ શહેરોને ઘેરવામાં લાગ્યુ રશિયા: બ્રિટન
બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યુ કે રશિયાની સેના સતત યુક્રેનના કેટલાક પ્રમુખ શહેરોને ઘેરવામાં લાગી છે. રશિયન સેનાએ રહેવાસી વિસ્તાર પર ફાયરીંગ કરી દીધુ છે. આ કારણે મોટા પાયે નુકસાન થયુ છે અને જાનહાનિની સંખ્યા વધી છે.
Read Also
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી
- મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી
- કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ
- લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ