GSTV

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે, આવતીકાલે મોટેરાના કાર્યક્રમમાં પણ હાજર રહેશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા તો આજે 4 વાગ્યે સેન્ટલ યુનિવર્સિટીના પદવીદાન કાર્યકમમાં  તેઓ હાજરી આપશે સાથે જ આવતીકાલે મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં પણ હાજર રહેશે તો મોટેરામાં કાર્યક્રમ બાદ દિલ્હી પરત ફરશે.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

  • 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર
  • પોરે 12:40 વાગ્યે ગાંધીનગર રાજભવન પોંહચશે
  • 04:00 વાગ્યા સુધી લંચ બ્રેક
  • 04:30 વાગ્યે મહાત્મા મંદિર
  • રાત્રે 09:00 વાગ્યે રાજભવન પરત ફરશે
  • 24મી તારીખે તેઓ બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે
  • 01:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે
Amit Shah

24મી તારીખે તેઓ બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પ્હોચશે.  તેઓ બપોરે 01:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે.  આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેનાર છે. 24 તારીખના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેની સાથોસાથ કોરોના સંદર્ભે વિશેષ તકેદારી શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana

સરકારી નોકરી/ રેલવેમાં 2500 પદ પર નીકળી ભરતી, મળશે બમ્પર સેલરી, અહીંયા જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!