અયોધ્યામાં રામ મંદિર માટે દાન એકઠુ કરવા માટેનું અભિયાન શુક્રવારથી શરૂ થઈ રહ્યુ છે. સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મંદિર માટે સહયોગ કર્યો છે. કહેવાય છે કે, તેમણે મંદિર નિર્માણ માટે પાંચ લાખ એક સો રૂપિયાનું દાન આપ્યુ છે. એવું પણ કહેવાય છે કે, દાન એકઠુ કરવા માટે દાનકર્તાઓને 1000, 100 અને 10 રૂપિયાના કૂપન પણ આપવામાં આવશે, જેથી ગરીબ લોકો પણ મંદિર નિર્માણમાં દાન કરી શકે.
અહીં સૌથી અગત્યનું છે કે, રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારે પણ 1 રૂપિયાનું દાન કર્યુ છે. જ્યારે શિવસેનાએ આ માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. જ્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે 11 લાખ રૂપિયાનું દાન આપ્યુ છે.
સૌથી વધારે દાન 11 કરોડ રૂપિયા મોરારી બાપૂ તરફથી આવ્યા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

સાડા ત્રણ વર્ષમાં પુરૂ થશે મંદિરનું કામ
અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કામ આ મહિનાથી શરૂ થશે અને મંદિર પરિસરનું નિર્માણ લગભગ સાડા ત્રણ વર્ષની અંદર પુરૂ થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના ખજાનચી સ્વામી ગોવિંદ ગિરીજી મહારાજના જણાવ્યા અનુસાર પાયા કઈ રીતના નાખવા તેના પર હાલ વિચાર ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ તેના પર નિર્ણય લેવાઈ જશે. ખોદકામ શરૂ થઈ ગયુ છે. જો કે, વાસ્તવિક રીતે પાયા નાખવાનું કામ હજૂ શરૂ થયું નથી. આ મહિનામાં તે શરૂ થઈ જશે.
1100 કરોડથી વધારેનો આવી શકે છે ખર્ચ
આ સમગ્ર નિર્માણ પાછળ કેટલો ખર્ચ આવશે, તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું છે કે, પરિસરની અંદર આવેલા મંદિર નિર્માણમાં લગભગ 300થી 400 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. જ્યારે સમગ્ર મંદિર તૈયાર થવામાં 1100 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચ આવી શકે છે. જેમાં મુખ્ય મંદિરમાં 300થી 400 કરોડ અને પરિસરની અંદર 67 એકરના વિકાસ માટેનો ખર્ચમાં પણ જોડાશે.
READ ALSO
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ