GSTV

રશિયા અને અમેરિકા આમને-સામને, પુતિનની ટ્રમ્પને સીધી ચેતવણી

Last Updated on December 6, 2018 by Karan

ઈન્ટરમીડિએટ-રેન્જની ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટીને લઈને રશિયા અને અમેરિકા આમને-સામને છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને તીખી પ્રતિક્રિયા આપી છે. પુતિને ક્હ્યુ છે કે અમેરિકા પ્રતિબંધિત મિસાઈલોને વિકસિત કરશે. તો રશિયા પણ આવી મિસાઈલો બનાવવાનું ચાલુ કરશે.

આ પહેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ નાટોની એક બેઠકમાં ઘોષણા કરી હતી કે અમેરિકા રશિયાના વિશ્વાસઘાતને કારણે 60 દિવસોમાં ઈન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રિટી હેઠળના પોતાના દાયિત્વોને છોડી દેશે. આના પર પ્રતિક્રિયા આપતા પુતિને ક્હ્યુ છે કે એવું લાગે છે કે અમેરિકાનું માનવું છે કે સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે અમેરિકા પાસે આવા હથિયાર હોવા જોઈએ. તેમની પ્રતિક્રિયા શું હશે? આ ખૂબ સરળ છે કે રશિયા પણ આવું જ કરશે.

પોમ્પિયો પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે રશિયાએ મધ્યમ અંતરની એક નવી મિસાઈલ બનાવીને આ સંધિનું ઉલ્લંઘન કર્યું છે. માટે અમેરિકા આ સમજૂતીને માનશે નહીં. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન અને તત્કાલિન સોવિયત સંઘના રાષ્ટ્રપ્રમુખ મિખાઈલ ગોર્બોચોવે ઈન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર મિસાઈલોને સમાપ્ત કરવા માટે આઠમી ડિસેમ્બર-1987ની સંધિ કરવામાં આવી હતી. તેના પ્રમાણે અમેરિકા અને તત્કાલિન સોવિયત સંઘે પોતાની કેટલીક મિસાઈલોને નષ્ટ કરીને તેની સંખ્યાને સુનિશ્ચિત કરી હતી. જણાવવામાં આવે છે કે આ કરાર બાદ 1991 સુધીમાં લગભગ 2700 મિસાઈલોને અમેરિકા અને તત્કાલિન સોવિયત સંઘે નષ્ટ કરી હતી.

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

શું ભારતની રસી ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવશે? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!