GSTV

અમેરિકા ચૂંટણી/ ફ્લોરિડામાં કર્યુ ડોનાલ્ડ ટ્રમ્પે મતદાન, કહ્યું ટ્રમ્પ નામના વ્યક્તિને આપ્યો છે મત !

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારના સવારે વેસ્ટ પામ બીચમાં મતદાન કર્યુ છે. ત્યારે મતદાન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યુ હતું કે, મેં ટ્રમ્પ નામના વ્યક્તિને મત આપ્યો છે. વેસ્ટ પામ બીચ ટ્રમ્પના પ્રાઈવેટ માર એ લેગો ક્લબની નજીક આવેલી છે. તેઓ ન્યૂયોર્કમાં મતદાન કરતા હતા, પણ ગત વર્ષે તેમને પોતાનું નિવાસ સ્થાન બદલી નાખ્યુ છે અને ફ્લોરિડામાં રહેવા આવ્યા છે. ટ્રમ્પે જે પુસ્તકાલયમાં મતદાન કર્યુ હતું તેની બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા. જ્યાં ટ્રમ્પ સમર્થનમાં નારાઓ પણ લગાવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે અહીં મતદાન દરમિયાન માસ્ક લગાવી રાખ્યુ હતું. જો કે, પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તેમણે માસ્ક હટાવી દીધુ હતું. તેમણે આ મતદાનને એકદમ સુરક્ષિત મતદાન જણાવ્યુ હતું. ત્યારે તેમના હરીફ ઉમેદવાર જો બાઈડેન હજૂ સુધી મતદાન કર્યુ નથી. તેઓ ત્રણ નવેમ્બરના રોજ ડેલવેયરમાં મતદાન કરે તેવી સંભાવના છે.

આપને જણાવી દઈએ કે, 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે ફ્લોરિડામાંથી 49.03 ટકા મતથી જીત મેળવી હતી. જ્યારે તત્કાલિન ડેમોક્રેટિક હરીફ હિલેરી ક્લિંટનને 47.82 ટકા મત મળ્યા હતા.

READ ALSO

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!