GSTV

ટ્રમ્પનું હિન્દીમાં Tweet : ‘हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते….’

અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરતાં પહેલા ટ્રમ્પે ભારતની રાષ્ટ્રભાષા હિન્દીમાં ટ્વીટ કરી ભારતીયોનું દિલ જીત્યું હતું. ટ્રમ્પે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરતાં પહેલા ટ્વીટ કરી લખ્યું કે, અમે ભારત આવવા માટે આતુર છીએ. અમે રસ્તામાં છીએ. થોડા જ કલાકોમાં આપણે મળીશું. ટ્રમ્પે ટ્વીટ કર્યું તેની થોડી જ ક્ષણોમાં ત્રણ હજારથી વધારે લોકોએ ટ્રમ્પને રિ-ટ્વીટ કર્યું હતું અને તેમનું સ્વાગત સોશિયલ મીડિયા પર શરૂ કરી દેવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એરપોર્ટ પહોંચ્યા

આ સાથે જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. જ્યાં તેઓ ટ્રમ્પની આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા દેખાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાંથી જ ટ્રમ્પ સાથે રોડ શો કરશે અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે.

READ ALSO

Related posts

ફાયદાનો સોદો/ રિટાયરમેન્ટ સેવિંગ માટે SBIનું નવુ મ્યુચ્યુઅલ ફંડ, મળશે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન

Bansari

સિક્કીમમાં બોર્ડર પરની ઝડપમાં 20 ચીની સૈનિકો જખ્મી, ભારતીય સેનાએ આપ્યું આ નિવેદન

Karan

છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા, કોરોના આવ્યો કંટ્રોલમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!