GSTV
Home » News » અટલજીની વિદાય : રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

અટલજીની વિદાય : રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અને ભારતીય રાજનીતિની મહાન વિભૂતિ શ્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી મને બહુ દુઃખ થયું છે. વિલક્ષણ નેતૃત્વ. દૂરદર્શિતા તથા અદ્દભૂત ભાષણ તેને એક વિશાળ વ્યક્તિત્વ પ્રદાન કરતું હતું. તેમનું વિરાટ અને સ્નેહાળ વ્યક્તિત્વ આપણી સ્મૃતિઓમાં હંમેશા જળવાઇ રહેશે.

તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અટલજીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ એક મહાન પ્રશાસક અને સાચા ભારતીય હતા. આજે દેશ, રાજનીતિ અને લોકોએ એક મહાન નેતાને ગુમાવ્યા છે. વાજપેયીને યાદ કરતા કરતા વેંકૈયા નાયડુ ભાવુક થઇ ગયા હતા.

 

 

Related posts

દિલ્લીની મેટ્રોમાં એક વાર ફરી પ્રેમી યુગલનો kiss કરતો વીડિયો થયો વાયરલ

Dharika Jansari

ધર્મના આધારે નાગરિકતા બિલને મંજૂરી ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવશે : થરૂર

Mayur

આજે લોકસભામાં રમખાણ થવાની શક્યતા વચ્ચે અમિત શાહ નાગરિકતા બિલ રજુ કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!