GSTV

સરકારની દિવાળી બગડી જાય તેવા આવ્યા સમાચાર, દેશમાં 2008 કરતાં પણ ભયંકર મંદી આવશે

સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની વૈશ્વિક ફર્મ ગોલ્ડમેન સાશ દ્વારા ભારતનાં આર્થિક વૃદ્ધિના દર અંદાજને ઘટાડી નીચે તરફના જોખમની સાથે ૬ ટકા કર્યો છે. તેને એમ પણ જણાવ્યું હતું કે, વર્તમાન આર્થિક સંકટ ૨૦૦૮ કરતા મોટું અને વ્યાપક છે. સાશે કહ્યું કે, દેશની સમક્ષ વપરાશમાં મોટો ઘટાડો એક મોટો પડકાર છે.

વધુમાં તેના કારણ સ્વરૂપે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ(NBFC)ના સંકટને જવાબદાર ઠેરવી શકાય નહીં કારણ કે, IL&FSની ચૂકવણીના સંકટ પહેલા પણ વપરાશમાં ઘટાડો થવા લાગ્યો હતો. બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાંશની વોલ સ્ટ્રીટમાં મુખ્ય અર્થશાસ્ત્રી પ્રાચી મિશ્રા અનુસાર, વપરાશમાં જાન્યુઆરી ૨૦૧૮થી ઘટાડો ચાલુ છે. એમણે કહ્યું કે વપરાશમાં ઘટાડાનો કુલ વૃદ્ધિના ઘટાડામાં એક તૃતિયાંશ યોગદાન છે.

તેના સાથે જ, વૈશ્વિક સ્તર પર નરમીથી નાણાકીય ભંડોળમાં અવરોધ ઉત્પન્ન થયો છે. એક કાર્યક્રમમાં પ્રાચીએ કહ્યું હતું કે, નરમાઈની સ્થિતિ છે અને વૃદ્ધિના આંકડામાં ૨ ટકાનો ઘટાડો થયો છે. જો કે, તેમણે કહ્યું કે આર્થિક વૃદ્ધિ બીજા ભાગમાં સુધારવાની ધારણા છે. તેનું કારણ આરબીઆઈની સસ્તી નાણાકીય નીતિ છે. સેન્ટ્રલ બેન્કે મુખ્ય પોલિસી રેટમાં પાંચ વખત રેકોર્ડ બ્રેક ઘટાડો કર્યો છે. કુલ રેપો રેટમાં પાંચ વખતમાં ૧.૩૫ ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીથી આ કપાત બાદ, રેપો રેટ ૫.૧૫ ટકા પર આવી ગયો છે.

આ સિવાય કંપનીઓના ટેક્સ ઘટાડા જેવા પગલા પણ દ્રષ્ટિને મજબૂત બનાવશે અને વિકાસને વેગ આપશે. ઘણા લોકો એનબીએફસી કટોકટીને કારણે વપરાશમાં મંદીનું કારણ હોવાનું કહ્યું છે. એનબીએફસીમાં સંકટ સપ્ટેમ્બર ૨૦૧૮માં શરૂ થયું હતું. તે સમયે, આઈએલ એન્ડ એફએસ પર પ્રથમ ચૂકવણીની કટોકટી પ્રકાશમાં આવી હતી. તે પછી આ સંસ્થાઓ દ્વારા વપરાશ માટેનું ભંડોળ બંધ થઈ ગયું હતું. અર્થશાસ્ત્રીએ કહ્યું કે,રોકાણ અને નિકાસ લાંબા સમયથી ઘટી રહ્યા છે. પરંતુ વપરાશમાં તીવ્ર ઘટાડો ચિંતાનું નવું કારણ છે. એમણે કહ્યું કે, વર્તમાન મંદી પાછલા ૨૦ મહીનાથી ચાલુ છે. આ નોટબંધી અથવા ૨૦૦૮ના નાણાકીય સંકટ જેવા એ પડકારોથી અલગ છે, જેની પ્રકૃતિ અસ્થાયી હતી.

Read Also

Related posts

IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સની સતત બીજી હાર, દિલ્હી કેપિટલ્સે 44 રનથી હરાવ્યું

Pravin Makwana

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

RRTS ટ્રેનનો પહેલો લુક આવ્યો સામે, જાણો કેટલી હશે સ્પીડ અને ગુજરાતને શું થશે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!