GSTV
Home » News » દાનસંગ મોરી અને જીતુ વાઘાણીનો વિવાદ ફરી વકરવાની તૈયારીમાં

દાનસંગ મોરી અને જીતુ વાઘાણીનો વિવાદ ફરી વકરવાની તૈયારીમાં

દાનસંગ મોરી અને જીતુ વાઘાણીનો વિવાદ ફરીથી વકરી શકે છે. શનિવારે ભાવનગર ખાતે કારડિયા રાજપુત સમાજના અગ્રણીઓ એકઠા થશે. જેમાં બુધેલનો પ્રશ્ન હલ કરવા અપાયેલા વચનો પાળવામાં ન આવતાં ફરીથી વિવાદ ઊભો થઈ શકે છે. જેમાં દાનસંગ મોરીને હજુ પણ હેરાન કરાતાં હોવાના આક્ષેપ સાથે કારડિયા રાજપુત સમાજના આગેવાનો તાલુકા દીઠ એકઠા થશે.

જેઓ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા કિન્નાખોરી રાખી પરેશાન કરાતાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. નોંધનીય છે કે દોઢેક વર્ષ અગાઉ ભાવનગરના બુધેલ ખાતે જમીન વિવાદ મામલે ગામના તત્કાલિન સરપંચ દાનસંગ મોરીને હેરાન કરવા મામલે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે કારડિયા રાજપુત સમાજે મોરચો માંડ્યો હતો.

READ ALSO

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah