GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

“નહીં ઝૂકેંગે હમ” : ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી , ત્રણેય સેનાઓએ વડાપ્રધાન મોદીને આપી બ્લુપ્રિન્ટ

ત્રણેય દળો વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લદ્દાખમાં ચીન સાથેની પરિસ્થિતિ અંગે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ હાજર હતા. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, વધતી સંરક્ષણ તનાવની સ્થિતિમાં ત્રણેય દળોએ વ્યૂહાત્મક વિકલ્પો અંગે સૂચનો આપ્યા હતા. ત્રણેય સૈન્યએ વર્તમાન પરિસ્થિતિ માટે તેમની તૈયારીઓની બ્લુપ્રિન્ટ આપી છે.

ચીન

વડા પ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને સીડીએસ જનરલ બિપિન રાવત પાસેથી માહિતી લીધી હતી. જનરલ બિપિન રાવતે વર્તમાન પરિસ્થિતિ અને ત્રણેય સેના વતી તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગેની માહિતી આપી હતી. સૈન્યની તૈયારીઓ માટે બ્લુપ્રિન્ટ પણ રજૂ કરી હતી.

ચીનના વિસ્તારમાં ચીન અને પાકિસ્તાનના શાહીન નામની યુદ્ધ કવાયત

પૂર્વી લદ્દાખને અડીને આવેલા ચીનના વિસ્તારમાં ચીન અને પાકિસ્તાનના શાહીન નામની યુદ્ધ કવાયત ચાલી રહી હતી. ત્યારબાદ, ચીને દૌલાત બેગ ઓલ્ડિ, ગેલવાન નાલા અને પેંગ્યોંગ તળાવને તેમના તંબુમાં 5,000 થી વધુ સૈનિકો સાથે ગોઠવી દીધા છે.

ભારતે પણ ચીની સૈનિકોની સામે સમાન સંખ્યામાં પોતાના સૈન્ય તૈનાત કર્યા હતા. આ અગાઉ, 6 અને 7 મે 2020ના રોજ, ચીન અને ભારતના સૈનિકોની સરહદની દેખરેખ કરતી વખતે પેનગિઓંગ તળાવ વિસ્તારમાં એક ઝઘડો થયો હતો. ત્યારબાદ, પૂર્વ લદ્દાખ બોર્ડર પર સતત તણાવ રહે છે.

કોંગમાં નવા સુરક્ષા કાયદાઓ લાગુ કરાવવા માટે જાહેરાત કરી હતી. જેનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ચીનના પ્રીમિયર લી કેકિયાંગે તાઇવાનને ચીન સાથે એકિકરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો તાઇવાન સરકારે વિરોધ કર્યો હતો. હવે કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન પોતાના બે નવા યુદ્ધ જહાજોની તૈનાતી – હાજરી હોંગકોંગ અને તાઇવાનની વચ્ચે કરી રહ્યું છે.

ફાઈટર જેટ્સ તાઈવાન પાસેથી પાસ થયાના રિપોર્ટ

એક અહેવાલ મુજબ, ચીન લીયાઓનિંગ અને શાન્ડોંગ નામના એર ક્રાફ્ટ કેરિયરને યેલો સીની બોહાઈ ખાડીથી નીકાળીને હોંગકોંગ અને તાઈવાનના બીચ પરાતસ આઈલેન્ડ પાસે ગોઠવી રહ્યું છે. બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, ચીનની કાર્યવાહીથી તાઇવાન સામેનો ખતરો વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા તાઈવાન એ વાત કહી ચૂક્યો છે કે કોરોના મહામારી ફેલાયા બાદથી ચીને તાઈવાનની પડોશમાં સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે. ચીનના ફાઈટર જેટ્સ તાઈવાન પાસેથી પાસ થયાના રિપોર્ટ પણ આવ્યા છે. જણાવી દઈએ કે, ચીન લાંબા સમયથી તાઈવાનને પોતાનો હિસ્સો – ભાગ માની રહ્યું છે પરંતુ તાઇવાન તેને નકારી કાઢે છે. તાઇવાનમાં હાલમાં લોકશાહી રૂપે ચૂંટાયેલી પોતાની સરકાર છે. જોકે, ચીનના વિરોધને કારણે જ તાઈવાનને સંયુક્ત રાષ્ટ્રની કેટલીક સંસ્થાઓમાં જગ્યા આપવામાં આવી નથી. ઘણા દેશોમાં કોરોના રોગચાળો ફેલાતાં, નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ચીન આ તકનો ઉપયોગ પોતાની શક્તિ વધારવા માટે કરી શકે છે. એવામાં બે યુદ્ધ જહાજને પરાતસ આઇલેન્ડ નજીકતૈનાત કરીન ચીન પર નવા સવાલ ઊભા થઈ રહ્યા છે. ચીને કથીત રીતે યુદ્ધ જહાજોને પરાતસ આઈલેન્ડ પાસે મોલકવાનો નિર્ણય એવા સમયમાં કર્યો છે. જ્યારે અમેરિકા સહિત કેટલાય દેશો તેના પર દબાણ પેદા કરી રહ્યા છે. અમેરિકાએ હાલમાં જ ચીનની 33 કંપનીઓ પર આર્થિક પ્રતિબંધ લગાવી દીધો હતો.

અમેરિકાએ 33 કંપનીઓ પર મુક્યા પ્રતિબંધ

કોરોના વાયરસનો ક્યાંથી ફેલાવો થયો છે તે અંગે ચીન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષો છેલ્લા અઠવાડિયાઓમાં ઘણો તીવ્ર બન્યા છે. અમેરિકાએ 33 કંપની પર પ્રતિબંધ મૂક્યા પછી ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે અમેરિકાના આ પગલાંથી નવું શીત યુદ્ધ શરૂ થઈ શકે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર કોરોના વાયરસ ફેલાવવા માટે સતત ચીન પર જ આરોપ લગાવી રહી છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ત્યાં સુધી કહ્યું હતું કે ચીનની લેબથી કોરોના વાયરસ ફેલાયો હોવાના તેમની પાસે સબૂતો છે. હાલમાં ચીન એવા આરોપોને સતત નકારી રહ્યું છે.

Related posts

424 કરોડના બેન્ક ફ્રોડ મામલે બુલંદ શહેરની કંપનીમાં CBIના દરોડા, મચ્યો હડકંપ

Bansari

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

કોરોનાનો પંજો બન્યો વધુ મજબૂત, કુલ કેસ 6.49 લાખ થયા, 24 કલાકમાં 22 હાજર કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!