GSTV

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

corona

નેટફ્લિક્સ ડૉક્યૂમેન્ટ્રી પેન્ડેમિકથી ચર્ચામાં આવેલા અમેરિકન સાઈન્ટિસ્ટનું કહેવુ છે કે, તેમની ટીમે કોરોના વાયરસ (coronavirus)ની દવા શોધી લીધી છે. ડૉ જૈકબ ગ્લાનવિલે કહ્યુ છે કે, સાર્સ ઉત્પન્ન કરનાર વાયરસ (coronavirus) ની વિરુદ્ધ વપરાશ કરવામાં આવેલ ઘણા અન્ટીબોડીઝના વપરાશથી જ તેમને આ સફળતા મળી છે.

પ્રભાવશાળી એન્ટીબોડીઝ છે

ડેલી મેલની રીપોર્ટ પ્રમાણે, કેલિફોર્નિયાના રહેવાસી ફિજિશિયન અને ડિસ્ટ્રીબ્યૂટેડ બાયોના ceo ડૉ.જેકબ ગ્લાનવિલે કહ્યુ છે કે, તેમને તે વાત જણાવતા ખુશી થાય છે કે, એન્જીનિયરિંગનું કામ પૂરુ કરી લીધુ છે. હવે અમારી પાસે એક પ્રભાવશાળી એન્ટીબોડીઝ છે જે કોરોનાની વિરુદ્ધ કામ કરી શકે છે.

SARS-CoV-2 અને COVID-19 એક જ ફેમિલીના

રેડિયો ન્યૂઝીલેન્ડ સાથે વાત કરતા સાઈન્ટિસ્ટે કહ્યુ છે કે, તેમની ટીમના સાર્સની વિરુદ્ધ 2002 માં વપરાશ કરવામાં આવેલ 5 એન્ટીબોડીઝનો વપરાશ કર્યો છે. તે જ એન્ટીબોડિઝ થકી તેમણે કોરોના વાયરસ (coronavirus) ની સારવાર શોધવાની કોશિશ કરી છે. SARS-CoV-2 અને COVID-19 એક જ ફેમિલીના વાયરસ છે.

સરકારી એજન્સીની પાસે મંજૂરી માટે મોકલાઈ

અમેરિકી સાઈંટિસ્ટે કહ્યુ છે કે, અત્યાર સુધી તે એન્ટબોડીઝના લાખો વર્ઝન તૈયાર કરી ચૂક્યા છે. તેમને મ્યૂટેટ પણ કરવામાં આવ્યા છે. નવા એન્ટીબોડીઝના માણસો પર પરીક્ષણ કર્યા બાદ તેનો વપરાશ કોરોના વાયરસની વિરુદ્ધ કરવામા આવી શકે છે. પરીક્ષણ સફળ રહ્યા બાદ સરકારી એજન્સીની પાસે મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે.

એન્ટીબોડીઝ એસ-પ્રોટીન્સને બાઈન્ડ કરે

ડૉ જેકબ ગ્લાનવિલે કહ્યુ છે કે, આ એન્ટીબોડીઝ એસ-પ્રોટીન્સને બાઈન્ડ કરે છે. જે થકી કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. તેમણે કહ્યુ કે, બધા જ રિસર્ચ ફરીથી શરૂ કર્યા બાદ એન્ટીબોડી તૈયાર કરવામાં વધારે સમય લાગી શકે છે. તેથી તેમણે પહેલાથી જ હાજર એન્ટીબોડીઝનો વપરાશ કર્યો છે.

વેક્સીન લોકોની આજીવન રક્ષા કરે

જો આ એન્ટીબોડીનુ પરીક્ષણ સફળ થાય છે તો, શોર્ટ ટર્મ માટે તેનો વપરાશ કરવામાં આવી શકે છે. અસલમાં વેક્સીન લોકોની આજીવન રક્ષા કરે છે, પરંતુ શોર્ટ ટર્મ વેક્સીન 10 વર્ષ સુધી લોકોને સુરક્ષા આપે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ અત્યાર સુધીમાં દુનિયાભરમાં 8,62,500 થી વધારે લોકોને સંક્રમિત થઈ કરી ચૂક્યો છે. 42,500 થી વધારે લોકોની કોરોનાના કારણે જીવ પણ ગયો છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!