GSTV
Ahmedabad Mehsana Trending ગુજરાત

નારણ કાકા વર્ષોના શાસન છતાં ન કરી શક્યા એનો આશાબેને કલાકોમાં ખેલ પાડ્યો, ભાજપને આપશે ભેટ

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના કેસરિયા કરતા કોંગ્રેસ શાસિત ઉંઝા તાલુકા પંચાયત અને અપક્ષ શાસિત નગરપાલિકામાં ગાબડુ પડશે. તાલુકા પંચાયતના દસથી વધુ ડેલીગેટ્સ પણ ભાજપમાં જોડાશે. તો આશાબેન પટેલના સમર્થનમાં તમામ સભ્યો કોંગ્રેસનું દામન છોડીને ભાજપમાં જોડાશે. જ્યારે કે ઊંઝા નગરપાલિકાના 15 અપક્ષ કોર્પોરેટેરો પણ કેસરીયો ધારણ કરશે. ઊંઝા નગરપાલિકામાં કુલ 36 સભ્યો છે. જેમાંથી 8 ભાજપના, 1 કોંગ્રેસનો અને 27 અપક્ષ ચૂંટાયેલા છે. જેમાંથી 15 અપક્ષ સભ્યો ભાજપમાં જોડાશે. એટલે નગરપાલિકામાં ભાજપના 23 સભ્યો થશે.

  • ઊંઝા નગરપાલિકાના 15 અપક્ષ કોર્પોરેટેર કેસરીયો ધારણ કરશે.
  • તાલુકા પંચાયત ઊંઝામાં 10થી અધિક ડેલીગેટ ભાજપમાં આવશે.
  • આશાબેન પટેલના સમર્થનમાં તમામ કોંગ્રે નું દામન છોડીને ભાજપમાં જોડાશે.
  • કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ઊંઝામાં ગાબડું સર્જાયું.
  • 10 સભ્યો ભાજપમાં જોડાતાં તાલુકા પંચાયતમાં સમસ્યા
  • સમર્થકો મોટી સંખ્યામાં હાજર
  • ઊંઝા નગરપાલિકાનું ગણિત
  • કુલ 36 સભ્યની છે નગરપાલિકા
  • 8 ભાજપના 1 કોંગ્રેસ અને 27 અપક્ષ ચૂંટાયેલા છે
  • હવે 15 અપક્ષ ભાજપમાં જોડાશે
  • હવે 15 અને 8 મળી ભાજપના નગરપાલિકામાં 23 સભ્ય થશે
  • નગરપાલિકા ઉપર ભાજપનો કબજો થશે
  • કોંગ્રેસને કોઈ નુકસાન નહીં

ઊંઝામાં નારાયણ પટેલ જૂથ સક્રિય થઈ ગયું

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાવાના છે ત્યારે ઊંઝા સહિત વડનગરના ભાજપના કાર્યકરો બાલાજી રિસોર્ટમાં ભેગા થયા છે. નારાયણ પટેલના વિરોધી જૂથે આશાબેન પટેલને ખાસ સમર્થન આપ્યું છે. આ કાર્યકરો રિસોર્ટથી પાટણ જઈ સભામાં હાજરી આપશે. આશાબેન પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરવાના છે ત્યારે નારાયણ પટેલના વિરોધી જૂથને લાગે છે કે ઉંઝામાં નારાયણ પટેલનું એકહથ્થુ શાસન હતુ જે હવે સમાપ્ત થયું છે. અને ભાજપના કાર્યકરોમાં નવી આશાનો જન્મ થયો છે.

નારાય પટેલના પણ બદલાયા સૂર

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાવાનો વિરોધ કરનારા નારાયણ પટેલે સૂર બદલ્યો છે. ભાજપ હાઈકમાન્ડે લાલ આંખ કરતા નારાયણ પટેલ હવે આશાબેનને પક્ષમાં આવકારી રહ્યા છે. તેમણે કહ્યું છે કે આશાબેન ભાજપમાં જોડાય તો તેમનું સ્વાગત છે. અમારી પાર્ટીમાં ઉમેરો થશે. તેઓ ભાજપમાંથી ચૂંટણી લડે તેનો પણ મને વાંધો નથી. ભાજપ દરિયો છે અને તેમાં આશાબેન અને મારા જેવા કેટલીય નદી સમાઈ છે. મનાઈ રહ્યું છે કે આશા પટેલ અને નારાયણ પટેલ વચ્ચે અસલી લડાઈ ઉંઝા એપીએમસીની છે ત્યારે આ મામલે નારાયણ પટેલે કહ્યું છે કે આશાબેન એપીએમસીમાં હસ્તક્ષેપ કરી શકે કે નહીં તે ભવિષ્યની વાત છે એપીએમસી અને રાજકારણ અલગ વાત છે.

Related posts

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda

Relationship Tips: તમારા માટે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, આ 5 પોઇન્ટ્સથી કરો સાચી ઓળખ

Bansari Gohel

Education Loan/ એજ્યુકેશન લોન લેવાવાળા માટે મોટી ખબર, આ કારણે બેંક લોન અપ્રૂવલમાં રાખી રહી છે સાવધાની

Hemal Vegda
GSTV