GSTV
India News Trending

રામ મંદિર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં, વિશ્વ હિન્દુ કેમ્પસના આ ભવ્ય મંદિરમાંથી લેવાય પ્રેરણા

વિશ્વ હિન્દુ કેમ્પસના ત્રણ દાયકાથી પૂજિત રામ મંદિરના મોડેલને સંપૂર્ણ સ્વીકાર્યા બાદ હવે 70 એકરમાં ભવ્ય કેમ્પસને સજાવવાની તૈયારી ચાલી રહી છે. 29 ફેબ્રુઆરીએ અહીં આવતા બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કેમ્પસની ભવ્યતાની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. મુખ્ય મંદિરની જેમ હવે રાજસ્થાનના ભરતપુરમાં બંશી પહરપુરના પત્થરોથી સમગ્ર સંકુલને સજાવટ કરવાનું આયોજન છે.

શું શું બનાવવામાં આવશે ?

આ પથ્થરથી કોરિડોર, જાહેર પ્લાઝા, કમળના તળાવો, થાંભલા વગેરે બનાવવામાં આવશે, જેમાં ભવ્ય પ્રવેશદ્વાર પણ શામેલ છે. 6 મીટર પહોળાઈ અને 15 મીટર ઊંચાઈના બે મોટા પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે આ સાથે જ એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. આમ કરવાથી રામ મંદિરનો ખર્ચ એક હજાર કરોડથી પણ વધુ થઈ શકે છે.

નૃપેન્દ્ર મિશ્રા કરી રહ્યાં છે બાંધકામનું નેતૃત્વ

ઉલ્લેખનીય છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી બાંધકામના નેતૃત્વ માટે દેવરિયાના વતની નિવૃત્ત આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા ટૂંક સમયમાં જ અયોધ્યા આવી રહ્યા છે.

READ ALSO

Related posts

પ્રેમ માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી ફરી, પહેલી તસવીર સામે આવી

Moshin Tunvar

‘ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો……’, જસ્ટિન ટ્રૂડોને આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો

Rajat Sultan

અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, કેન્દ્રની હાઈ-લેવલ કમિટી આવી તાત્કાલિક એક્શનમાં

Kaushal Pancholi
GSTV