GSTV

મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, સમગ્ર શહેરમાં લાગ્યા મોદી-ટ્રમ્પના યારાનાના પોસ્ટરો

Last Updated on February 21, 2020 by Arohi

બે મહાનુભવોની આગતાસ્વાગતાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે શહેરને દુલહનની જેમ શણગારવામાં આવ્યું છે. રોડ રસ્તાઓ પર ટ્રમ્પ અને પીએમ મોદીના બેનર અને હોડિગ્સ લગાવવામાં આવ્યા છે. રોડ રસ્તાઓ પર બેનરો તેમજ કલરફૂલ લાઇટિંગ લગાવવામાં આવી છે. તો બીજી તરફ મોટેરા સ્ટેડિયમને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ચૂક્યું છે જેનું ઉદ્ઘાટન પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ કરશે.

એરપોર્ટ પર પોલીસ દ્રારા ગ્રાન્ડ રિહર્સલ

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે એરપોર્ટ પર પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. અમેરિકી એજન્સી અને ગુજરત પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો યોજાવવાનો છે જેને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખી રિહર્સલ યોજવામાં આવશે.

સ્ટેડિયમમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદ મુલાકાત પહેલા મોટેરા સ્ટેડિયમમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમમાં તમામ આધુનિક સુવિધા છે. જેમાં ક્રિકેટરો માટે જીમ્નેશિયમ, મોટેરાની યાદગાર ક્ષણનું મ્યુઝીયમ, ચાર લેયરમાં પ્રેક્ષકોને બેસવાની સુવિધા. મેદાન બહાર સાત નેટ્સ, દિવ્યાંગો માટે રેમ્પ અને લિફ્ટની સુવિધા, આ ઉપરાંત ઓલિમ્પિક સાઈઝનો વિશાળકાય સ્વિમિંગપુલ પણ છે. ફાયર સેફ્ટી માટે વિશેષ સુવિધા ત્રણ હજાર કાર, અને ૧૦ હજાર ટુ-વ્હીવરના પાર્કિગની સુવિધા. સ્ટેડિયમને ૩૦ લાખ રૂપિયામાં અમદાવાદ મનપા દ્વારા બીયુ પરમિશન આપવામાં આવી છે.સ્ટેડીયમની ડીઝાઇન જાણીતી સંસ્થાએ કરી છે. સ્ટ્રકચરલ સર્ટીનુ ચેન્નાઇના એક જાણીતા સ્ટ્રકચરલ એક્સપર્ટ પાસે ક્રોસ ચેકીંગ કરાવવામા આવ્યુ હતુ.

સ્ટેડિયમમાં હાજરી આપનારા લોકો માટે કલર કોડ નક્કી કરાયો

સ્ટેડીયમની અંદર બનાવેલા પ્રતિદિન એક મિલિયન લીટરની ક્ષમતા વાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ ઉપરાંત સુએઝ માટે 1 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામા આવ્યો છે.. વરસાદી પાણી જમીનમા સંગ્રહ કરવા માટે 65 પરકોલેટીંગ વેલ બનાવામા આવ્યા છે. સ્ટેડિયમમાં કાર્યક્રમ દરમ્યાન હાજરી આપવા આપતા લોકો માટે કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદના લોકો માટે લાલ રંગ, ગાંધીનગરથી આવતા લોકો માટે લાલ, ખેડા-આણંદથી આવતા લોકો માટે આછા જાંબલી રંગની ટોપી આપવામાં આવશે. જ્યારે સાબરકાંઠા અને મહેસાણાના લોકો માટે વાદળી, વડોદરાના લોકો માટે લીલા, સુરેન્દ્રનગર અને પાટણના લોકો માટે ઘેરો વાદળી રંગ, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીના લોકો માટે ઘેરા વાદળી રંગનો કોડ રાખવામાં આવ્યો છે.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!