યશ ગૌડા, શ્રી નિધી શેટ્ટી, સંજય દત્ત અને રવીના ટંડન જેવા કલાકારોની કન્નડ ફિલ્મ KGF-2 રિલીઝના ચોથા અઠવાડિયામાં પણ અઢળક કમાણી કરી રહી છે. આ ફિલ્મએ ચોથા અઠવાડિયામાં જેટલી કમાણી કરી છે, તેવી કમાણી અજય દેવગણની રનવે ૩૪ અને ટાઇગર શ્રોમની હીરોપંતી ટુએ હજી સુધી કરી શકી નથી. કેજીએફ ટુની સફળતા પછી નિર્માતાઓ જોશમાં આવી ગયા છે અને ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી દીધી છે. કેજીએફ યુનિવર્સમાં હિંદી સિનેમાના દિગ્ગજ સિતારાઓને લેવાની યોજના બની રહી છે.

જેમાં હૃતિક રોશન સંભવિત યાદીમાં મોખરે છે. દેશભરમાં પોતાની મૂળ ભાષા કન્નડ ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં ૧૪ એપ્રિલના રોજ કેજીએફ ટુને રિલીઝ કરવામાં આવી હતી. આ પછી તે આ વરસની દેશ-વિદેશમાં સૌથી કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઇ છે. ચાર અઠવાડિયાની રિલીઝ પછી આ ફિલ્મ રૂપિયા ૪૨૧ કરોડનો બિઝનેસ કરી ચુકી છે.
કેજીએફ ૩ વિશે વાત કરતાં નિર્માતા વિજય કિર્ગદુરે જણાવ્યું હતું કે, દિગ્દર્શક પોતાની ફિલ્મ સાલાર પછી કેજીએફ ૩ના શૂટિંગની શરૂઆત કરશે.

આ ફિલ્મને ૨૦૨૪માં રિલીઝ કરવાની યોજના છે. તેમના અનુસાર આ ફિલ્મ એક ફ્રેન્ચાઇઝી તરીકે બનાવામાં આવશે. જોકે તેનું એક અલગ યુનિવર્સ પણ બની શકે છે, અને તેમાં હિંદી સિનેમાના દમદાર એકશન સ્ટારને પણ સમાવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મ નિર્માતાની નજર આ મામલે હિંદી સિનેમાના સુપરસ્ટાર હૃતિક રોશન પર ટકી છે.
READ ALSO
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે
- Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન
- યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય
- Shocking Video! પૈસા આપવા છતાં કપડાંના કારણે બાળકોને રેસ્ટોરન્ટમાંથી કાઢ્યા બહાર, વીડિયો જોયા પછી આવી જશે ગુસ્સો
- ભારતીય રૂપિયો ફરી તૂટ્યો, પ્રતિ યુએસ ડોલરે 78.96નું થયું ઐતિહાસિક ભંગાણ